8 વર્ષની બાળકીએ પોતાની મૃત્યુ પામેલી માતાને યાદ કરતા લખ્યો એવો પત્ર કે, વાંચીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે….

Published on: 1:42 pm, Sun, 3 April 22

એક આઠ વર્ષની બાળકીએ તેને મૃતક માતાના નામનો પત્ર લખ્યો જે તમે પણ વાંચીને ભાવુક થઇ જશો. એવું તો શું લખ્યું હતું પત્રમાં તે જણાવતા કહીશ તો એક 8 વર્ષની શાંભવી રાજસ્થાનના ડોક્ટરની દીકરી છે. ડોક્ટર અર્ચના સામે કોઈનો જીવ લેવા મામલે ગુનો નોંધાયો હતો. તેના વિશે તેણે જેલ જવાના ભયથી ડોક્ટર અર્ચનાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારે તેની આઠ વર્ષની નાની બાળકીએ તેની માતા વિશે એક ચોંકાવનારો પત્ર લખ્યો છે.

તેમાં તેણે લખ્યું છે કે મારી માતા આખી દુનિયાની સૌથી પ્યારી માતા હતી અને તે એક વરદાન સ્વરૂપ હતી. હું તેને અત્યારે ખૂબ જ યાદ કરું છું. આગળ દીકરીએ લખ્યું હતું કે હું મારી માતાને પાંચ નામથી બોલાવતી હતી અને આવા છે ને સૌ કોઈની આંખમાં આંસુ આવી જશે. થોડાક દિવસ પહેલા જ આ ડોક્ટરે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

ડોક્ટર અર્ચનાની સામે કોઈ ગર્ભવતી મહિલાના મોત બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. અત્યારે ડોક્ટર અર્ચનાને એવું લાગતું હતું કે તેને જેલમાં જવું પડશે અને સજાને પાત્ર થશે, એવા ભયથી ડોક્ટર ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા હતા અને પોતાનું જવાના ટૂંકાવી લીધું હતું. આ સમગ્ર ઘટનાની પરિવારને જાણ થતા ખુબ જ શોકનો માહોલ સર્જાયો હતો.

તેને દીકરીએ પોતાની માતાની યાદ માં એક પત્ર શેર કર્યો હતો એ પત્ર અર્ચના શર્માના પટેલ સુમિત ઉપાધ્યાય પણ વાંચ્યો ત્યારે તેઓ તેની આંખે રડી પડ્યા અને જણાવતા કહ્યું કે જ્યારે અર્ચનાનું મૃત્યુ થયું ત્યારબાદ શાંભવી ક્યારેક દાદાને તો ક્યારેક દાદી ને પત્ર લખતી રહી છે. હાલ તો તેણે તેના મામાના ઘરે રહે છે અને તેના માસી તેનું ધ્યાન રાખે છે.

અર્ચના ના પતિ આગળ જણાવતા કહ્યું ઝારખંડમાં રહેતા મિત્ર એ આ પત્ર શેર કર્યો હતો. તેથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને લોકો વાંચીને ભાવ થઈ ગયા. મૃતક ડોક્ટર અર્ચના વિશે વાત કરીએ તો એક રોગના વિશેષજ્ઞ હતા અને મેડિકલ કોલેજમાં પ્રોફેસર પણ હતા અને વધુમાં જણાવતા ડોક્ટર અમીતાબેન એ પણ કહ્યું કે ડોક્ટર અર્ચના ગોલ્ડ મેડાલિસ્ટ હતી અને ખૂબ જ સારા એવા સર્જન પણ હતા.

કોઈ એક ગર્ભવતી યુવતીની મૃત્યુ બાદ યુવતીના પરિવારજનો ડોક્ટરને દબાણ આપતા હતા અને પરેશાન કરતા હતા અને તેણે ડિપ્રેશનમાં આવી જતાં તેણે આવું પગલું ભર્યું હશે ડોક્ટર સહિત નોટમાં લખ્યું હતું કે મારી મૃત્યુ જ મારી નિર્દોષતા સાબિત કરી શકે છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ સમગ્ર દેશના ડોક્ટરો આંદોલન પર આવી ગયા છે.

ત્યારે રાજસ્થાનના ડૉક્ટરનું કહેવું છે કે ગુનેગારો પર અત્યારે શખત સજા થાય અને કાર્યવાહી થાય તેવી માંગ લોકો ઉઠાવી રહ્યા છે. બીજી બાજુ ઝારખંડના શનિવારના રોજ સરકારી દવાખાના અને ખાનગી દવાખાના ડૉક્ટરો દર્દીઓને તપાસે નહીં અને આ સાથે મધ્યપ્રદેશમાં અને આવા અનેક રાજ્યોમાં આંદોલન ચાલી રહ્યા છે. અને જલ્દી થી મૃતક અર્ચના ડૉક્ટર ને ન્યાય મળે તેની લોકો માંગ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "8 વર્ષની બાળકીએ પોતાની મૃત્યુ પામેલી માતાને યાદ કરતા લખ્યો એવો પત્ર કે, વાંચીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે…."

Leave a comment

Your email address will not be published.


*