હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 18 વર્ષના છોકરાએ સુસાઇડ કરી લીધું છે. સુસાઇડ પાછળનું કારણ જાણીને હચમચી જશો. મૃત્યુ પામેલા છોકરાનું નામ નરેશ હતું. જાણવા મળી રહ્યું છે કે, નરેશે ઓનલાઈન લુડો ગેમમાં કેટલાક રૂપિયા હારી ગયો હતો. જેના કારણે તેને સુસાઇડ કરી લીધું હતું.
નરેશ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો, આ કારણોસર કે ભાડાના મકાનમાં રહેતો હતો. રવિવારના રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ નરેશ અચાનક જ પોતાના રૂમમાંથી ગુમ થઈ ગયો હતો. ત્યારે સોમવારના રોજ સવારે લગભગ 10:00 વાગ્યાની આસપાસ એક મંદિરની પાછળથી નરેશનું મૃતદેહ મળી આવ્યું હતું આ ઘટના રાજસ્થાનના શ્રીગંગાનગરના સુરતગઢમાંથી સામે આવી રહી છે.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા નરેશની ઉંમર 18 વર્ષની હતી. તેનું મૃતદેહ હનુમાનજીના મંદિરની પાછળ આવેલી એક ખાલી જગ્યા માંથી મળી આવ્યું હતું. નરેશ જંતુનાશક દવા પીને પોતાનું પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. તેના મૃતદેહની બાજુમાંથી જંતુનાશક દવાની અડધી બોટલ મળી આવી હતી.
જાણવા મળી રહ્યો છે કે, નરેશને ઓનલાઈન ludo ગેમ રમવાની લત હતી. તે ઘરેથી લાવેલા 18000 રૂપિયા આ ગેમમાં હારી ગયો હતો. આ કારણસર તેને સુસાઇડ કર્યું છે તેવી આશંકાઓ છે. મળતી માહિતી અનુસાર 25 જુલાઇના રોજ નરેશ સુરતગઢ આવ્યો હતો. આ દરમિયાન તે ઘરેથી પોતાની સાથે 18000 રૂપિયા લઈને આવ્યો હતો અને તે સુરતગઢમાં પોતાના મિત્રો સાથે ભાડાના મકાનમાં રહેતો હતો.
ત્યારે રવિવારના રોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસ નરેશના મિત્રોએ નરેશના પરિવારજનોને ફોન કરીને જણાવ્યું હતું કે, નરેશ 3:00 વાગ્યાનો રૂમમાંથી બહાર નીકળી ગયો છે હજુ સુધી પાછો આવ્યો નથી. પછી તો નરેશના દાદા 8:00 વાગ્યાની આસપાસ સુરતગઢ પહોંચ્યા હતા. ત્યારબાદ નરેશના ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
પછી પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી હતી પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. બીજા દિવસે સવારે એટલે કે સોમવારના રોજ સવારના સમયે એક હનુમાનજીના મંદિરની પાછળની જગ્યામાં નરેશનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ નરેશના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment