ગુજરાત રાજ્યમાં કોરોના ની સ્થિતિ ખૂબ જ વધી રહી છે. તેના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં સ્વેચ્છિક લોકડાઉન માંગ વધી રહી છે. અને કેટલાક શહેરોમાં તો સ્વૈચ્છિક લોકડાઉન લાગી પણ ગયું છે. તેવામાં સૌરાષ્ટ્રના મોટાભાગના ગામડામાં સ્વેચ્છિક લોકડાઉન લાગ્યું છે.
એમાં આજ બપોરે એક વાગ્યે ગીર ગઢડામાં 11 દિવસના સ્વેચ્છિક લોકડાઉન ની જાહેરાત કરશે. અની સાથે તલાલ માં પાંચ દિવસનો સંપૂર્ણ લોકડાઉન થશે. અને કોડીનારમાં પણ ત્રણ દિવસનું લોકડાઉન રહેશે.
રાજકોટમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે રાજકોટના વેપારી સંગઠનો એ આજ બપોરે થી 18 તારીખ સુધી દુકાનો સ્વેચ્છિક લોકડાઉન કર્યું છે. 250 જેટલી દુકાનો આજ ત્રણ વાગ્યા થી બંધ કરી દેવામાં આવશે.
ભાવનગર જિલ્લામાં આવેલ પાલીતાણામાં ત્રણ દિવસના સ્વેચ્છિક લોકડાઉન ની જાહેરાત કરી છે. આલોક ડાઉન કરતા પહેલા પાલીતાણાના મામલતદાર નગરપાલિકા વેપારી સંગઠનનું અને પોલીસ સંગઠનની બેઠક થઇ હતી.
ત્યારબાદ પાલિતાણા શહેરમાં વિકએન્ડ લોકડાઉન ની જાહેરાત કરી હતી. આની સાથે ભાવનગરમાં પણ 16 એપ્રિલ સુધી માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરી હતી. અને માર્કેટ યાર્ડની તમારા હરાજી પણ રદ કરી હતી.
અમરેલીમાં વેપારીઓ સંગઠન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો તેમાં તેઓ નક્કી કર્યું કે દુકાન ત્રણ દિવસ જરૂર રહેશે અને તેનો દિવસ બંધ રહેશે.
ગુરુ, શુક્ર અને શનિ વેપારીઓ ધંધો શરૂ રાખશે બાકીના દિવસે બંધ રહેશે. નક્કી કરાયું કે અમરેલીમાં જો કોઈ પણ વ્યક્તિ કોરોના ની નિયમોનો ભંગ કરશે તો તેને વિરોધ કાયદેસર કાર્યવાહી થશે.
અને માસ્ક કરનાર લોકો પાસેથી હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. કોરોના કાબુમાં લાવવા માટે રાજ્યના તમામ શહેરોમાં મોટેભાગે લોકડાઉન થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment