ઉતરાખંડ, કર્ણાટક અને ગુજરાતમાં મુખ્યમંત્રી બદલ્યા બાદ ભાજપના નેતાઓએ સંદેશો મળી ચૂક્યો છે કે કામ નહીં કરો તો વિદાય લેવી પડશે. મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ સૌથી મોટા નેતા છે. અંદાજે તેઓ દસ વર્ષથી મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા છે.
હાલ શિવરાજસિંહ ચૌહાણના માથે પર ચિંતાના વાદળો છવાયેલા છે. અમિત શાહે બધાની સામે સાંસદ રાકેશસિંહના વખાણ કર્યા છે. જેથી હવે શિવરાજ સિંહ પર દબાણ વધી ગયું છે પરિણામે તેઓ પોતાની છબી વધારી રહ્યા છે અને રોજ તેઓ મેરેથોન બેઠક પણ યોજી રહ્યા છે.
ગત શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ મધ્યપ્રદેશના જબલપુર બલિદાન દિવસ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જે કાર્યક્રમમાં તેમને પૂર્વ ભાજપ ચીફ અને સાંસદ રાકેશ સિંહ ના વખાણ કર્યા હતા.એવી માહિતી સામે આવી છે કે અમિત શાહની મુલાકાત બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ મેરેથોન બેઠકો વધારી દીધી છે.
હાલ મુખ્યમંત્રી શિવરાજસિંહ રાજ્યના અધિકારીઓની સાથે પૂરા જોશમાં કામ કરી રહ્યા છે.18 સપ્ટેમ્બરે અમિત શાહ જબલપુર પહોંચ્યા હતા. ત્યારબાદ એક દિવસ પછી શિવરાજસિંહ રાજ્યપાલ મંગુભાઈ પટેલ સાથે પણ મુલાકાત લીધી હતી. જે મુલાકાતને લઇને મુખ્યમંત્રી એવું કહ્યું કે વીસાક સંબંધી યોજનાઓ પર ચર્ચા થઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment