ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં બે વીર જવાનો થયા શહીદ,પોતાના જીવનનું બલિદાન આપનારા આ જવાનોને નમન

Published on: 4:55 pm, Tue, 21 September 21

જમ્મુ-કાશ્મીરની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ જમ્બૂ કશ્મીરના પટનીટોપ વિસ્તારમાં એક મોટો અકસ્માત થયું છે. મળતી માહિતી મુજબ શીવગઢ ના જંગલમાં આજ સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર સામે આવ્યા છે.

ઘટનાની જાણ થતા એમ્બ્યુલન્સને ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર પ્રેસ થયેલું હેલિકોપ્ટર સેનાનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિસ્તારમાં ભારે વરસાદ અને ધુમ્મસ હોવાના કારણે આ સમગ્ર ઘટના બની તેવું કહેવામાં આવ્યું છે.

હેલિકોપ્ટરની અંદર સવાર બે પાયલોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન બંને પાયલોટના મૃત્યુ થયા છે.

હેલિકોપ્ટર ક્રેશ થયું તેવા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા હેલિકોપ્ટરમાં ફસાયેલા પાયલોટ અને સહ-પાઇલોટને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સેનાની બચાવ ટુકડી અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

બંને ઇજાગ્રસ્ત પાયલોટને ઉધમપુર કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન બંને પાયલોટેનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના આજરોજ સવારે દસ વાગ્યાની આસપાસ બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!