લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમુક્ત પ્રદર્શન ખરાબ રહ્યું હતું કે કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી ન હતી. પેટા ચૂંટણીના પરિણામો માં કંઇક આવું જ થયું છે. 8 બેઠક પર કોંગ્રેસના સુપડા સાફ થયા છે જેના કારણે હાર માટે નૈતિક જવાબદારી સ્વીકારી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે.લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધી યુવા નેતાગીરીને ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપ્યું હતું.
પ્રભારી પદે યુવા સાંસદ રાજીવ સાતવ ને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હતી. પણ આ ત્રણેય નેતાઓ કોંગ્રેસની ગુજરાત માં મજબૂત સ્થિતિ ધરાવવામાં નિષ્ફળ રહ્યા હતા.કોંગ્રેસના આજે બેઠક પર સુપડા સાફ થતાં તેમને નૈતિક જવાબદારી સ્વીકારી અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ મોડી સાંજે હાઇકમાન્ડ સાથે વાત કરીને રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હતી.
અને કોંગ્રેસના નબળા ચૂંટણી મેનેજમેન્ટને લીધે હારનો સામનો કરવો પડ્યો હતો. વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની આ શરમજનક હાર છે.
એક પણ બેઠક પર કોંગ્રેસને જીત ના મળી. કરજણ અને ડાંગ જેવા કોંગ્રેસના ગઢ હોવા છતાં ત્યાં પણ તેમને જીત મળી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment