પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ ભાજપ માટે આવ્યા માઠા સમાચાર.

Published on: 9:59 am, Wed, 11 November 20

આનંદ જિલ્લાના કરમસદ ના મૂળ વતની અને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રોહિતભાઈ જશુભાઇ પટેલ નું 68 વરસની ઉંમરે હ્રદય રોગના હુમલાથી દુઃખદ નિધન થયું છે. આવતીકાલે આઠે બેઠક પર ભાજપની ભવ્ય જીત બાદ ભાજપ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે.કોરોના મા સપડાતા કરમસદ હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા અને કોરોના થી ઉગરતા તેઓ નોન કોવીડ વોર્ડ તેઓ સારવાર લઇ રહ્યા હતા.પૂર્વ ધારાસભ્યની અંધારી વિદાયથી રાજકીય વર્તુળમાં શોકની લાગણી જન્મી છે.

રોહિત પટેલ સરકારમાં રાજ્યકક્ષાના ઉદ્યોગ અને ખાણ ખનીજ મંત્રી હતા. ભાજપે આ સાથે બેઠકોની પેટા ચૂંટણીમાં વિજય મેળવીને આનંદની ઉજવણી કરી ત્યારે જ ભાજપ માટે તેને સિનિયર નેતા ના અવસાન અંગે માઠા સમાચાર આવતા આગેવાનો અને કાર્યકર્તાઓ શોક વ્યક્ત કરી રહ્યા છે.રોહિતભાઈજશુભાઇ પટેલ વર્ષ 2014માં ભાજપમાંથી આણંદ.

વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી લડ્યા હતા.અને વિજેતા થતા તેમણે રાજ્ય સરકારમાં ઉદ્યોગ મંત્રી તરીકે સેવા આપી હતી.ઉલ્લેખનીય છે કે હોય પટેલ છેલ્લા ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા.

અને લોકડાઉન દરમ્યાન અન્ય રાજ્યના ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને રહેવા અને જમવાની વ્યવસ્થા કરી અને વતન પહોંચાડવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ ભાજપ માટે આવ્યા માઠા સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*