અંકલેશ્વરના ધારાસભ્ય અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર ના સહકાર અને રમત-ગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ વાહન વ્યવહાર મંત્રી ઈશ્વર પટેલ ના ભાઈ વિજય પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. વિજય પટેલ હાંસોટ તાલુકા પંચાયતના માજી પ્રમુખ છે.
વિજય પટેલે ભાજપના સ્થાનિક નેતાઓ સામે ભષ્ટાચારના આક્ષેપો પણ કર્યા છે.ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચુંટાઇ ને હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ બનનારા અને ત્યાર બાદ જિલ્લા પંચાયતના સભ્ય બનનાર.
વિજય પટેલે ગુરુવારે અચાનક પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને સંબોધીને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. તેઓએ રાજીનામું પત્ર માં અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. મીડિયા કર્મી સાથેની વાતચીતમાં.
તેઓએ સ્થાનિક નેતા ઉપર આક્ષેપો લગાવ્યા છે.ચૂંટણી ને લઈને ગરમાયેલા રાજકારણ વચ્ચે અલગ અલગ રાજકીય પક્ષોમાં ભંગાર ના સમાચાર પણ સામે આવી રહ્યા છે. અસંતોષ કાર્યકર્તા અને આગેવાનો.
પક્ષોનો સાથ છોડીને અન્ય રાજકીય પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસ,ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટીના પણ કાર્યકર્તાઓ પક્ષપલટો કરી રહ્યા છે અથવા તો પક્ષ માંથી રાજીનામા આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment