રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ના બ્લુ ફ્લેગ બીચ ખાતે ૨૦ કરોડના ખર્ચે પ્રથમ ફેઝ નિર્માણ કરવામાં થનારા પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત તથા તખ્તીનું અનાવરણ કરી બીચના પ્રોજેક્ટ મોડલ નું નિરીક્ષણ કર્યું હતું.
તેને સમગ્ર સો કરોડના ખર્ચે આ બીચ નો વિકાસ કરવા નું વ્યક્ત કર્યુ હતું.ફેઝ 2 માં શિવરાજપુર બીચ ને 80 કરોડના ખર્ચે વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે.100 કરોડના ખર્ચે શિવરાજપુર બીચ ને આંતરરાષ્ટ્રીય સ્તરનો બીજ બનાવવામાં આવશે.
આ બીજને ગોવા બીચ કરતાં પણ વધારે સુવિધાયુક્ત બનાવવામાં આવશે.પ્રવાસન સેક્ટર દ્વારા સંપૂર્ણ ઇકોનોમિ સાયકલને વેગ મળશે અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ના મંત્ર સાથે પ્રવાસન દ્વારા ગુજરાત ની ઇકોનોમીને બુસ્ટ મળશે.
તેવો વિશ્વાસ મુખ્યમંત્રી રૂપાણી એ વ્યક્ત કર્યો હતો અને વૈશ્વિક વિકાસના રોલ મોડલ બનેલા ગુજરાતની વિશ્વ પ્રખ્યાત હવે નવો કીર્તિમાન ગ્લોબલ ચોઇસ ફોર ટુરીઝમ પ્રસ્થાપિત કરવાની નેમ સાથે નવી પ્રવાસન નીતિ જાહેર કરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉમેર્યું કે, આ નવી ટુરીઝમ પોલિસીમાં ગુજરાતની પ્રાકૃતિક,સાંસ્કૃતિક અને ભૌગોલિક સમૃદ્ધિના ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના ટૂરિઝમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
જેમાં કેરેવાન ટુરીઝમ, મેડીકલ ટુરિઝમ,એમ.આઇ.સી.ઇ ટુરિઝમ, એડવેન્ચર એન્ડ વાઇલ્ડ લાઇફ ટુરિઝમ નો સમાવેશ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment