ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે પરંતુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મે મહિનામાં રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે
જ્યારે આવનારી તારીખ 28 29 વડોદરા અને આણંદમાં 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે અને હવામાન અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે તારીખ 26 થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં
વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને આવનારા દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરના તાપમાનમાં પણ વધારો થશે.અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે જ્યારે
મે મહિનાની શરૂઆતમાં ઘણા ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે અને 10 થી 14 મે દરમિયાન આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે. હાલ જ્યારે રાજ્યમાં ગરમી પડી રહી છે ત્યારે મે મહિનામાં રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment