મિત્રો સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. ઉપરાંત આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે.
આ અકસ્માતની ઘટનામાં એક એમ્બ્યુલન્સ પલટી ખાઈ જતા 4 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. આ ગંભીર અકસ્માતની ઘટના કર્ણાટકથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર બિંદૂર નજીક એક ટોલ ગેટ પર પુરપાડ ઝડપે જતી એમ્બ્યુલન્સમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર એમ્બ્યુલન્સ એક દર્દીને લઈને જઈ રહી હતી, ત્યારે રસ્તામાં આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. સમગ્ર અકસ્માતની ઘટના ટોલગેટ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વરસાદના કારણે રસ્તાઓ ભીના હતા.
આ દરમિયાન ટોલ પર હાજર કર્મચારીઓ પૂરપાટ ઝડપે આવતી એમ્બ્યુલન્સને જુએ છે. તેથી કર્મચારીઓ તાત્કાલિક બેરીકેટ હટાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ એમ્બ્યુલન્સ ડ્રાઇવર કંટ્રોલ ગુમાવે છે અને એમ્બ્યુલન્સ સ્લીપ થતા ટોલનાકાના કાઉન્ટર સાથે અથડાય છે.
અકસ્માતની ઘટનામાં એમ્બ્યુલન્સની અંદર દર્દી હતો તે ફંગોળાઈને દૂર જઈને પડે છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગાયને બચાવવા માટે એમ્બ્યુલન્સ ચાલે કે બ્રેક મારી આ કારણોસર આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ગાયને બચાવવા જતા એમ્બ્યુલન્સ નો સર્જાયો ગંભીર અકસ્માત, 4 લોકોના કરુણ મૃત્યુ – જુઓ લાઈવ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ pic.twitter.com/f31EwTPzZf
— GUJJU ROCKZ (@gujju_rockz) July 21, 2022
મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી, બે મેડિકલ સ્ટાફ અને એક ટોલ કર્મચારીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે એમ્બ્યુલન્સ ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો છે, અકસ્માતની ઘટના બન્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment