સોનુ કે ચાંદી ખરીદવા માંગતા હોય તો સમાચાર તમારા માટે ઘણા બધા મહત્વના બની શકે છે કારણ કે સોનું કે ચાંદીની ખરીદી કરતી વખતે આપણે સૌથી પહેલા ભાવ જાણવા જરૂરી છે એટલા માટે આપણે બજેટમાં જ આપણા ઘરેણા બનાવી શકીએ.
તો દોસ્તો આજે સુરત શહેરના ગુડ રિટર્ન વેબસાઈટ મુજબ બે માર્ચના રોજના ભાવ જાણવાના છીએ.આજરોજ બે માર્ચ શનિવારના દિવસે 22 કેરેટ સોનાનો ભાવમાં 850 રૂપિયાના બમ્પર વધારા સાથે સોનુ 58,800 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે.
જ્યારે 24 કેરેટ સોનાના ભાવ પર માત્ર નજર કરવામાં આવે તો 930 રૂપિયાના અડીખમ વધારા સાથે સોનું 64,140 પ્રતિ 10 ગ્રામની સપાટી પહોંચેલ છે. મિત્રો સોનાના ભાવમાં સતત ઘટાડો વધારો થઈ રહ્યો હતો ત્યારે એક સાથે આટલો મોટો વધારો એ લગ્ન વાળા ઘર માટે પરસેવો છોડાવી દે તેવું કામ છે.
હવે દોસ્તો આપણે ચાંદીના ભાવ તરફ નજર કરીએ કે તેમાં વધારો થયો છે કે ઘટાડો તો આજરોજ બે માર્ક શનિવારના દિવસે ચાંદીના ભાવે પણ કાંઈ કચાસ મૂકી નથી. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ₹500 નો ગેંડા જેવો વધારો થયો છે
અને તેની સાથે ચાંદીનો ભાવ 75 હજાર રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચ્યો છે. જોકે મિત્રો છેલ્લા ત્રણ દિવસથી ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને એની આગળના ત્રણ દિવસ સતત ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો ત્યારે એક અઠવાડિયાની તુલનામાં ચાંદી સો રૂપિયા મોંઘુ થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment