અંબાલાલ પટેલ ની આગાહી : ગુજરાત રાજ્યમાં આગામી આટલા દિવસ પડશે ધોધમાર વરસાદ?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં વરસાદ નું આગમન થઇ ગયું છે. રાજ્યમાં ગઈકાલે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી ગયો છે. આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં નવસારીમાં સૌથી વધુ વરસાદ પડયો છે.

નવસારીમાં 6 ઇંચ વરસાદ પડી ગયો છે. આ ઉપરાંત ભાવનગર, વડનગર અને સુરતમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. આજે સુરત શહેરમાં વહેલી સવારેથી જ ધોધમાર વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પણ વરસાદ વરસ્યો હતો. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં આણંદ, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, તાપી અને નર્મદામાં ભારે વરસાદની આગાહી છે.

આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. વરસાદ સાથે રાજ્યમાં 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.

સૌરાષ્ટ્રમાં જુદા-જુદા વિસ્તારોમાં છ ઇંચ વરસાદ ખાબકી ગયો. ઉપરાંત કચ્છ અને વડોદરામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. આજે રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી ચાર દિવસમાં રાજ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. આગાહી મુજબ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આગામી ચાર દિવસમાં વરસાદની આગાહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*