ગુજરાત રાજ્યમાં ચૂંટણી પહેલા ભાજપે લીધો મોટો નિર્ણય, આ 3 મોટા નેતાઓને કરાયા સસ્પેન્ડ, જાણો કારણ.

77

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં નેતાઓને પદ પર ફેરબદલી કરવામાં આવી. ભાજપમાં હવે પદ પર નવા ચહેરા દેખાય શકે છે. ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચામાં થવાના એંધાણ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા એવા સંકેતો મળ્યા છે.

કે 35 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને યુવા મોરચા સ્થાન નહીં આપવામાં આવે. ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાના હોદ્દા ઉપર અને 35 વર્ષથી નીચેના કાર્યકર્તાઓને પદ સોંપવામાં આવશે.

રાજ્યમાં 35 વર્ષની ઉંમરની ફોર્મ્યુલામાં હવે 35 વર્ષથી વધારે ઉંમરના ઉમેદવારોને યુવા મોરચામાં સ્થાન નહીં મળે. અત્યારે હાલમાં 35 વર્ષથી વધુ ઉંમરના હોદ્દેદારો જો હોદ્દા ઉપર હશે તો તેને દૂર કરવામાં આવશે. તેની સાથે ભાજપના યુવા મોરચાના પ્રમુખ ને હટાવી દેવામાં આવ્યા છે.

કારણકે શૈલેષ ભટ્ટ ની ઉંમર 35 વર્ષથી વધુ હોવાના કારણે તેમને આ પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ શહેરના ભાજપના પ્રમુખ અને મંત્રીને પણ પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટ તથા જામનગર સહિતના વિસ્તારમાં ભાજપના હોદ્દેદારોને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા છે.

અગાઉની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રણ ટર્મ જીતેલા અને 60 વર્ષથી ઉપરના તમામ કાર્યકરોની બાદબાકી કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના આ નિયમ બાદ આગામી સમયમાં પક્ષમાંથી વધુ રાજીનામા પડે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!