ચોમાસાની વિદાયને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો વિગતે

Published on: 11:12 am, Wed, 26 August 20

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ રાજ્યમાં વિરામ લઇ 29 ઓગસ્ટે થી ફરી બેટિંગ શરૂ કરશે. ગુજરાતના અમુક જિલ્લામાં 100% તો ક્યાંક 200% અમુક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યાર સુધી સિઝનનો 106.78% વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં 26 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે. તો 28 ઓગસ્ટથી ફરી વરસાદના ઝાપટા આવશે. 29 ઓગસ્ટે વરસાદનું જોર વધશે જે 3 સપ્ટેમ્બર સુધી અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસશે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સપ્ટેમ્બર મહિનામાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. જે ત્રણ દિવસના વિરામ બાદ સાપ સપ્ટેમ્બરથી ફરીથી ઝાપટા પડશે. ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે સાબરમતી નદીનો સ્ત્રોત વધવાની શક્યતાઓ છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતાઓ છે. પાંચ ઓક્ટોબર સુધી વરસાદનું વાતાવરણ રહેશે તેમને જણાવ્યું કે આ વર્ષે ચોમાસું મોડું વિદાય લેશે

Be the first to comment on "ચોમાસાની વિદાયને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*