ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે હવે વધુ થોડા દિવસ સુધી અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.અંબાલાલ પટેલ ના જણાવ્યા મુજબ 25 સપ્ટેમ્બર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હમણાં છૂટાછવાયા વરસાદની શક્યતા હોવાનું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા પણ જણાવવામાં આવી હતી.
આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા જણાવવામાં આવી હતી. જોકે દક્ષિણ ગુજરાતમાં 25 સપ્ટેમ્બર બાદ સારો વરસાદ પડે તેવી પણ આગાહી છે.
ગુજરાતમાં આટલો વરસાદ પડવા છતાં હજુ પણ એક અનુમાન મુજબ 17 ટકા જેટલો વરસાદની ઘટ હોવાનું જાણવા મળ્યું છે.વરસાદના કારણે બધા ડેમ છલકાઈ ગયા હતા. નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો હતો.
એક દિવસમાં ડેમની સપાટીમાં 50 સેન્ટીમીટર વધી હતી. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડવાના કારણે ઉપરવાસમાંથી 18 હજાર ક્યુસેક પાણીની આવક થઇ હતી. હાલ ડેમની સપાટી 122.54 મીટર પહોંચી ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment