રાજ્યમાં એક તરફ બપોરના સમયે ગરમીથી ઉકળાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ વહેલી સવારે અને મોડી રાતે ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે ત્યારે કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી થતાં ખેડૂતોમાં ચિંતાનું માહોલ છવાયો છે.
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શિયાળામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરતા ટેન્શન વધ્યું છે. તેમના જણાવ્યા અનુસાર પવન વાહક નક્ષત્ર ના યોગો ના લીધે વાવાઝોડાની શક્યતા વધુ છે.
તેઓએ જણાવ્યું કે, બંગાળ અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા છે. જેની અસર નવેમ્બર અને ડિસેમ્બર માં ખાસ જોવા મળી શકે છે. રાજ્યમાં આવતી કાલે અને આજે કમોસમી વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી છે.
હિમાચલપ્રદેશ માં પણ હવામાન બદલાયું છે.રવિવારે રાજ્યના લાહૌલ-સ્પિતિ સહિત તમામ ઉંચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન ના બદલાયેલા સ્વરૂપને પગલે આગામી દિવસોમાં ઠંડી માં વધારો થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment