પાટીદાર અનામત આંદોલનને લઈને પાસ દ્વારા સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગવામાં આવ્યો છે.પાસ ના અલ્પેશ કથીરિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરતી વખતે ઊંઝા ઉમિયા ધામ અને ખોડલધામ ના આગેવાનો સાથે રાખશે અને આંદોલન દરમિયાન પાટીદાર યુવકો પર થયેલા કેસો પરત ખેંચવાની માંગ કરશે.
આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ને નોકરી આપવાની માંગ કરવામાં આવશે.આ ઉપરાંત મહિલા અનામત અંગે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવશે.પાસ નું કહેવું છે કે પાટીદાર આંદોલન દરમિયાન સરકાર દ્વારા કેટલીક માંગણી સ્વીકારી હતી
પરંતુ તેનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી જેથી પાસ દ્વારા મુખ્યમંત્રી ની મુલાકાત માટે સમય માંગવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો વિરુદ્ધ નોંધાયેલ અંદાજે 400 કેસ ખેંચવાની માંગ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!