આગામી 27મી સપ્ટેમ્બર થી 5 ઓકટોબર દરમ્યાન ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો, મધ્યપ્રદેશ ના ભાગો, ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો અને રાજસ્થાનના ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.
આ ઉપરાંત 12 થી 15 ઓક્ટોબરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.20 થી 22 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે.સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાના કારણે રાજ્યમાં 81 ટકા વરસાદ પડયો છે.
મહત્વની વાત એ છે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી પણ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદના કારણે વરસાદની ઘટ 19 ટકા રહી છે જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 10 ટકાથી વધુ વરસાદની ઘટ છે.
રાજ્યના આઠ જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે.જેમાં સૌથી વધુ 47 ટકા ઘટ દાહોદમાં છે.જ્યારે 8 જિલ્લાઓમાં 5 થી 45 ટકા વધુ વરસાદ પડયો છે,સૌથી વધુ 45 ટકા વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment