ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ દ્વારા કરેલી આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવી શકે છે.
જેના કારણે કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 6 થી 8 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.
જેમાં ખાસ કરીને કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે તેમજ 21 જાન્યુઆરી સુધીમાં હવામાન માં ઘણા પલટા આવી શકે છે
જેથી ઠંડી અને કમોસમી વરસાદ ની ગતિવિધિ અવારનવાર ચાલુ રહેશે.સાબરકાંઠા,મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
તેમજ અરવલ્લી, મોડાસા, અમરેલી, કચ્છમાં પણ કમોસમી વરસાદ પડે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.જ્યારે ભાવનગર,રાજકોટ,જામનગર સહિત માવઠાની આગાહી કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment