ગુજરાત રાજ્યમાં કાળજાળ ગરમી પડી રહી છે અને તાપમાન 43 ડિગ્રીને પાર છે ત્યારે આવનારા 24 કલાકમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે જેના કારણે અકળામણ અનુભવાશે.
11 થી 13 મેના પ્રિ મોન્સુન એક્ટિવિટી ના કારણે દક્ષિણા ગુજરાત માં સામાન્ય વરસાદની આગાહી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આગામી નવ મેં સુધી રાજ્યમાં ભારે ગરમી પડશે
ને 10 મેથી પ્રિ મોન્સુન એક્ટિવિટી થવાની શરૂ થશે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે અમુક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે
પશ્ચિમ મહાસાગર દુનિયાના અન્ય સાગરો કરતા વધુ ગરમ રહેશે અને ગરમીના લીધે ગંગા જમના ના મેદાનો તપશે અને 16 મે બાદ બંગાળમાં ઉપસાગરમાં ચક્રવાત બનવાની પ્રક્રિયા શરૂ થશે અને 17 થી 22 મે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાનું શક્યતા રહેશે અને આ વર્ષનું ચોમાસું સારું રહેવાની શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment