ગુજરાત રાજ્યમાં લગભગ બે દિવસથી વાતાવરણ ખૂબ જ ઠંડું અને વંટોળા જેવું છે. ઉત્તર ભારત પરથી વેસ્ટન ડીસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને તેની અસર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ભાગોમાં જોવા મળી રહે છે.
અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. હવે માવસુ ગયા પછી આગામી દિવસોમાં ગુજરાતમાં કેવો માહોલ રહેવાની શક્યતા છે તે અંગે વાત કરી છે.અંબાલાલ પટેલે ઠંડીની જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અને કહ્યું છે
કે ગુજરાત રાજ્યમાં માવઠા પછી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા વધારે છે જેમાં તેમને 6 માર્ચ સુધી ઠંડીનો રાઉન્ડ આવશે અને રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગો ઠંડીની અસર વધુ રહેશે અને લઘુતમ તાપમાન 10 ડિગ્રી થી નીચે જવાની શક્યતા
હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે.મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર રહેશે અને શિવરાત્રી સુધી ઠંડા પવાનો પુકાશે અને ઉત્તરીયા પર્વતીય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે અમદાવાદ ગાંધીનગરમાં પણ પવનની ગતિ વધુ રહેશે
અને રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં લઘુતમ તાપમાન ઘટવાની શક્યતા વ્યક્ત કરી છે અને સાત દિવસની આગાહી કરી છે તેમાં હવે વરસાદની શક્યતાઓ ન હોવાની અને રાજ્યના હવામાન સુકો રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
Be the first to comment