અબુધાબી ના હિન્દુ મંદિરે બનાવ્યો નવો રેકોર્ડ,એક જ દિવસમાં દર્શેને આવ્યા 45000 ભક્તો,જુઓ તસવીર…

Published on: 11:14 am, Mon, 4 March 24

અબુધાબીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર માં દરરોજ હજારો ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે. આ મંદિર એક માર્ચથી સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. એવા અહેવાલો છે કે મંદિરમાં એક દિવસમાં લગભગ 40000 ભક્તો દર્શન માટે આવે છે.

તસવીરોમાં પણ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોઈ શકાય છે અને આ મંદિરનું ઉદઘાટન 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. પીએમ મોદીએ મંદિરના નિર્માણ માટે UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન નો પણ આભાર માન્યો હતો.

અબુધાબીમાં પ્રકારનું પ્રથમ હિન્દુ મંદિર છે જે અબુધાબીનું હિન્દુ મંદિર 700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.દુબઈ અબુધાબી શેખ ઝાયેદ હાઇવે પર અલ રહબા પાસે 27 એકર વિસ્તાર માં આજે 700 કરોડ રૂપિયાના ખર્ચે આ મંદિર બનાવવામાં આવ્યું છે

અને મંદિર માટે જમીન અબુધાબી સરકારે દાનમાં આપી દીધી છે.અબુધાબી નું પહેલું હિન્દુ મંદિર નાગર શેલી માં બનેલું છે. એ જ રીતે અયોધ્યામાં રામ મંદિર નું નિર્માણ થયું છે. મંદિરના સ્વયંસેવક ઉમેશ રાજાના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં 20000 ટનથી વધુ ચૂનાના પથ્થરો કોતરીને 700 કન્ટેનરમાં અબુધાબી લાવવામાં આવ્યા હતા.

અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર નાગર શૈલીમાં બનેલું છે. એ જ રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે. મંદિરના સ્વયંસેવક ઉમેશ રાજાના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં 20 હજાર ટનથી વધુ ચૂનાના પત્થરો કોતરીને 700 કન્ટેનરમાં અબુ ધાબી લાવવામાં આવ્યા હતા.

આ મંદિર સોમવાર સિવાય તમામ દિવસોમાં સવારે 9 થી 8 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.BAPS ના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારી દાસે કહ્યું હતું કે અહીં સ્થાપત્ય પદ્ધતિઓને વૈજ્ઞાનિકો તકનીકો સાથે જોડવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અબુધાબી ના હિન્દુ મંદિરે બનાવ્યો નવો રેકોર્ડ,એક જ દિવસમાં દર્શેને આવ્યા 45000 ભક્તો,જુઓ તસવીર…"

Leave a comment

Your email address will not be published.


*