ગુજરાત રાજ્યમાં હવામાનનો મિજાજ હાલ ધીરે ધીરે બદલાયેલો લાગી રહ્યો છે. છેલ્લા થોડાક દિવસથી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંતે માવઠાનું પણ અનુમાન કર્યું છે. આજે આપણે દોસ્તો જોઈએ કે અઠવાડિયામાં ગુજરાતના હવામાનમાં શું શું ફેરફાર થશે
અને આ ફેરફારને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અને પરેશ ગોસ્વામી એ આગાહી પણ કરેલ છે.મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે સાતમી ફેબ્રુઆરી થી ફરી ઠંડીનું જોર વધશે અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ પહોંચી જશે
તેમ જ રાત્રે વહેલી સવારે ઠંડીનો અહેસાસ પણ થશે અને કોઈ વિસ્તારમાં એમ પડી શકે છે જોકે હાલ તો એટલી બધી ઠંડી પડતી નથી પરંતુ ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે ત્યારબાદ ફરી 19 થી 22 ફેબ્રુઆરીએ મજબૂત સિસ્ટમ આવશે ને આ વખતે ગરમી સાથે ઠંડી સાથે બેવડી ઋતુ નો અહેસાસ થશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે પાંચ ફેબ્રુઆરી સુધી વેસ્ટન ડીસ્ટર્બન્સ સક્રિય રહેશે અને દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થશે અને રાજસ્થાનના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે અને અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે
આ સાથે તેઓએ જણાવ્યું છે કે ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા છે જ્યારે ઉત્તર પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે તેમ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment