થોડાક દિવસો પહેલા કચ્છજીલ્લાના ભચાઉ તાલુકાના એક ગામમાં દલિત સમાજના ભાઇ-બહેનોને મંદિરમાં પ્રવેશ મુદ્દે ઘટના બની હતી. તેમાં 10 થી 20 લોકો દ્વારા દલિત સમાજના લોકોને
મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં ન આવતા વિવાદ ઊભો થયો હતો. આ મુદ્દે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા દલિતો પર થયેલા અત્યાચાર પર નિંદા કરવામાં આવી હતી.
ભગવાનના દરબારમાં કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી અને એકવીસમી સદીમાં મંદિરમાં પ્રવેશ આપવામાં ન આવે તે એક દુઃખ ની વાત છે. તમને જો પ્રવેશ આપતા હોય તો સામાન્ય જ્ઞાન થી પૂછવામાં કેમ આવે છે.
ગુજરાત સમાજ સર્વ સમાજને સમભાવમાં માનવામાં આવે છે અને દલિત સમાજના ભાઈઓ પોતાના માહોલમાં રામ મંદિર બનાવે જે પણ જગ્યાએ મંદિર બનાવશે
ત્યાં પહેલી ઇટ મૂકવાનું 11000 રૂપિયા દાન આપીશ. અલ્પેશ ઠાકોર પોતાના જન્મદિવસ થી બનાસકાંઠામાં પદયાત્રા કરશે. આ પદયાત્રા 30 કિલોમીટર સુધીની હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડ800વાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment