આગામી 10 નવેમ્બરના રોજ ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી થવાની છે અને પરિણામે તે જ દિવસે જાહેર થવાના છે. ઠાકોર સેનાના અધ્યક્ષ અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પેટા ચૂંટણીના પરિણામોને લઇને એક ભવિષ્યવાણી કરી છે. તેમને મહત્વપૂર્ણ દાવો કરતા કહ્યું છે કે,આઠ બેઠકોમાંથી છતી વધુ બેઠકોની સ્થિતિ સ્પષ્ટ લાગી રહી છે છતાં 100 ટકા બેઠકો જીતીશું એવું મારૂં અનુમાન છે.
સોમાભાઈ પટેલ ના વીડીયા અંગે તેમને કહ્યું કે,મીડિયામાં સત્તા હોય તેવું લાગતું નથી અને મારી મહત્વાકાંક્ષા હતી કે હું સરકારમાં રહીને મારા લોકો માટે કામ કરું. તેમણે વધુમાં કહ્યું કે પાર્ટી જવાબદારી આપે તે જવાબદારી લેવા માટે હું તૈયાર છું. હું એવી અપેક્ષા રાખું છું.
કે હું જે વર્ગ માંથી આવું છું તે વર્ગને ભાજપ પાર્ટી સંગઠનમાં કે બોર્ડ નિગમ માં સ્થાન મળે. મારો અવાજ કોઈ દબાવી નહીં શકે અને ધીમો પડયો નથી.
અલ્પેશ ઠાકોરના નિવેદનથી ભાજપ ને સપોર્ટ કરતી જનતા માટે આવ્યા સારા સમાચાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment