અલ્પાબેન પટેલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં, અહીંનું આયોજન જોઈને અલ્પાબેન પટેલે કહ્યું કે, “ચારધામની યાત્રા જેવો…” જુઓ તસવીર

Published on: 11:18 am, Thu, 29 December 22

અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. દરરોજ પ્રમુખસ્વામી નગરમાં દેશ-વિદેશથી લાખો હરિભક્તો મુલાકાતે આવી રહ્યા છે. અહીંનો નજારો જોઈને લાગે છે જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું છે. સેકડો સ્વયંસેવકો છેલ્લા ઘણા સમયથી પોતાનો કામ ધંધો મૂકીને અહીં સેવા આપી રહ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં તમામ ગુજરાતીઓની સાથે સાથ ગુજરાતના મોટા મોટા કલાકારો, બિઝનેસમેનો અને મોટા મોટા નેતાઓ અહીં મુલાકાતે આવી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં જીગરદાન ગઢવી, ગીતાબેન રબારી, કિંજલ દવે, ભીખુદાન ગઢવી સહિત અન્ય કલાકારોએ મુલાકાત લીધી છે.

ત્યારે થોડાક દિવસ પહેલા ગુજરાતી કલાકાર અલ્પાબેન પટેલે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી. અલ્પાબેન પટેલે મહોત્સવ અંગે પોતાનો અનુભવ શેર કરતા એવી વાત કીધી કે હાલમાં તેની ચર્ચા ચારેય બાજુ ચાલી રહે છે. અલ્પાબેન પટેલ પોતાના પતિ સાથે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવ્યા હતા.

અહીંના ગજબ આયોજન વિશે વાત કરતા અલ્પાબેન પટેલે કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચારધામની યાત્રા જેવો લાગી રહ્યો છે. અહીં આવવાથી ખૂબ જ સારા વિચારો હદય સુધી પહોંચે છે અને એક અલગ ખુશીનો અનુભવ થાય છે. આથી વિશેષ હરિભક્તોને મહંત સ્વામી મહારાજના દર્શનનો લ્હાવો મળ્યો.

તેથી અહીં હરિભક્તો પોતાના તન મન ધનથી ખૂબ જ મહેનત કરીને સેવા આપી રહ્યા છે. બાળ નગરીની વાત પણ અનોખી છે. હું તમામ બાળકોના માતા પિતાને ધન્યવાદ આપું છું કે જેમણે પોતાના બાળકોને અહીં સુધી પહોંચાડ્યા છે.

વધુમાં અલ્પાબેન પટેલે જણાવ્યું કે બાપાની વાસમાંથી બનાવેલી મૂર્તિ જોઈને એવું લાગે છે કે હમણાં બાપા બોલશે. અલ્પાબેન પટેલે કહ્યું કે હું કહીશ તો બહુ ઓછું લાગશે પણ એટલું જ કહીશ જીવન ધન્ય થઈ ગયું. અંતમાં અલ્પાબેન પટેલે સૌ હરી ભક્તોને જય સ્વામિનારાયણ કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અલ્પાબેન પટેલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં, અહીંનું આયોજન જોઈને અલ્પાબેન પટેલે કહ્યું કે, “ચારધામની યાત્રા જેવો…” જુઓ તસવીર"

Leave a comment

Your email address will not be published.


*