અમદાવાદ વસ્ત્રાપુર પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી, અન્ય આરોપીની શોધખોળ ચાલુ – જાણો શું છે આ સમગ્ર મામલો…

Published on: 2:32 pm, Wed, 4 May 22

આપણે સૌ જાણીએ છીએ કે tiktok થી ફેમસ બનેલી કીર્તિ પટેલ કે જે હાલ અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે, ત્યારે થોડાક સમય પહેલા તેના વિરુદ્ધ હજુ એક ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. એટલું જ નહીં તેણે પહેલા એક ગુનામાં આરોપી જાહેર થઈ હતી. હાલ તેની એક માથાકૂટ બાબતે કોઈ એક યુવતીને ગંદા લખાણ કરીને દબાણ આપતા હતા.

તે અંગે વસ્ત્રાપુર પોલીસ અલગ અલગ આરોપ પર અને અલગ-અલગ કલમ હેઠળ ગુનાઓ નોંધ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે ગઈકાલે tik tok ફેમસ ગર્લ કીર્તિ પટેલની પોલીસે ધરપકડ કરી હતી.પહેલી વાર નહીં પરંતુ સુરત બાદ સેટેલાઈટ અને હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ કીર્તિ પટેલ સામે અનેક ફરિયાદ નોંધાઇ હતી.

તેવામાં હાલ આપણે જાણીએ છીએ કે બે મહિના પહેલા સેટેલાઈટ થયેલી માથાકૂટની અદાવત રાખી તેણે વસ્ત્રા કોઈની એક યુવતીને દબાણ આપ્યું હતું. તેથી તેની સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. કીર્તિ પટેલ અને ભરત ભરવાડ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

તેવામાં જ્યારે સેટેલાઈટના ગુનામાં સમાધાન કરવા બદલ અને કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદીને હેરાન કરવામાં આવતી હતી તેથી તે યુવતી અંતે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા યુવતી સાથે સેટેલાઈટ ગુનામાં બંને પક્ષોએ સમાધાન કર્યું હતું.

પરંતુ એ સમાધાન બાદ ફરિયાદીને હજુ પણ હેરાન કરતી હોવાની વાત જાણવા મળતા એમને સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ તો આ કેસ મામલે વસ્ત્રાપુર પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે. પરંતુ પછી આરોપી ભરત ભરવાડ નાસ્તો ફરે છે તેથી તેની શોધખોળ કરી છે.

તેવામાં સુરતમાં જીવ લેવાના પ્રયાસ કરી ત્રણ અલગ અલગ બનાવોમાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તે અલગ-અલગ જામીન પર છૂટી ગઈ હતી. અને હાલ કીર્તિ પટેલ ની વસ્ત્રાપુર પોલીસ ધરપકડ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદ વસ્ત્રાપુર પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી, અન્ય આરોપીની શોધખોળ ચાલુ – જાણો શું છે આ સમગ્ર મામલો…"

Leave a comment

Your email address will not be published.


*