31 ડીસેમ્બર ને લઇને અમદાવાદ પોલીસ એ બનાવ્યો એક્શન પ્લાન, રાત્રે પોલીસ પકડશે નહીં પણ કરશે આ કાર્ય

આજરોજ રાજ્યભરમાં 31 ડિસેમ્બર ને લઈને પોલીસ સતર્ક જોવા મળી છે.કોરોના મહામારી ને કારણે તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે અને સરકાર દ્વારા કોરોના પર કાબૂ મેળવવા કેટલાય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજરોજ 31 મી ડિસેમ્બર ને લઈને પોલીસ દ્વારા રાત્રિના 9 વાગ્યા બાદ કરફ્યુ ની કડક અમલવારી કરાવવામાં આવશે. આજ રોજ અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બર ને લઈને પોલીસ એકશન પ્લાન તૈયાર કર્યો છે.

રાત્રિના સમયગાળામા ઉજવણી દરમિયાન બહાર નીકળેલા લોકો ને પોલીસ હોસ્પિટલમાં લઈ જશે.રાત્રે 9 વાગ્યા બાદ પોલીસ કર્ફ્યુની કડક અમલવારી કરશે.અમદાવાદ શહેરમાં એન્ટ્રી પોઇન્ટ પર 28 જગ્યાએ કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.અને શહેરમાં 3500 પોલીસ કર્મચારીઓને ઓન ડ્યુટી રહેશે.

જો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં ઝડપાતા છે.તો પોલીસ દ્વારા કેસ કરવામાં આવશે અને આ સાથે લોકો રસ્તા પર દેખાશે તો સીસીટીવીના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે ઝડપાયેલા તમામ કર્મચારીઓ નું મેડીકલ પરિક્ષણ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*