ખેડૂતોની આવક વધારવા કેન્દ્રની મોદી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતે

263

સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે એક મહત્વપૂર્ણ અને એક મોટો નિર્ણય લીધો છે.બુધવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી એક કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ ની બેઠકમાં ઇથેનોલ ઉત્પાદન પર વ્યાજ સબસીડી વધારવાની મંજૂરી આપી દેવામાં આવી છે. સરકાર ઇથેનોલ ઉત્પાદન કરનારી નવી કંપનીઓને 4573 કરોડ રૂપિયાની વ્યાજ સબસિડી આપવામાં આવશે. ઇથેનોલ એક પ્રકારનું આલ્કોહોલ છે.

જેનો ઉપયોગ પેટ્રોલમાં ભેળવીને ગાડીઓમાં ઈથન તરીકે થાય છેઇથેનોલ નું ઉત્પાદન હાલ શેરડી થાય છે પરંતુ હવે અનાજમાંથી પણ ઇથેનોલ ને તૈયાર કરવામાં આવશે. કેબિનેટ અનાજ માંથી ઇથેનોલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.સરકારના મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂતોને ફાયદો થવાની મોટી આશા છે.

કારણ કે ખેડૂતોને ધાણ વેચવા માટે નો નવો વિકલ્પ ઉપલબ્ધ થશે. આપણો ભારત દેશ ચોખાનો નિકાસકાર છે જયારે પેટ્રોલિયમ આયાતકાર છે.

આવી પરિસ્થિતિમાં ચોખા માંથી ઇથેનોલ બનાવી ને પેટ્રોલિયમ ની આયાતમાં ઘટાડો કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!