આજે સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે. રાજ્યનો એક ખેડૂત રજિસ્ટ્રેશન કરાવ્યા વગર રહી ન જાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને યોગ્ય વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે એટલે ખેડૂતો એ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી આવું મહત્વનું નિવેદન કૃષિમંત્રી આર.સી.ફળદુ આપ્યું હતું.કૃષિમંત્રી આર.સી.ફળદુ કહ્યુ કે,રાજ્ય સરકાર દ્વારા ખરીફ મગફળી પાક ની ટેકાના ભાવે ખરીદી માટે તથા વધુ વરસાદ અને પાણી ભરાવાના.
ખેડૂતોના પાકને થતું નુકશાન માટે રાહત પેકેજ હેઠળ ખેડૂતોની નોંધણી 1 ઓક્ટોબર 2020 થી શરૂ કરવામાં આવી છે. ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએ આવેલી ઇકેન્દ્ર પર કરવામાં આવી રહી છે.મગફળી ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી કેન્દ્રો ખાતે પણ કરવામાં આવી રહેલ છે.આ બંને યોજનાઓ માટે ખેડૂતોએ તેમના ગ્રામ્યકક્ષાએ નોંધણી થાય તે માટેની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે.
ખેડૂતોની નોંધણી બાબતે કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. નોંધણી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને તેનો સમયગાળો પૂરતો રાખવામાં આવેલ હોય કોઈ પણ ખેડૂત નોંધણી થી વંચિત રહેશે નહીં.
નોધણી નો સમયગાળો ઓછો માલૂમ પડશે તો તે સમયગાળો લંબાવવા પણ રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરાશે તેવું પણ તેમણે કહ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!