પશ્ચિમ બંગાળ ની ચૂંટણી બાદ આ ચૂંટણીમાં ભાજપને લાગ્યો મોટો ઝટકો, જાણો વિગતે.

106

કાશી, મથુરા અને અયોધ્યામાં ગયા મહિને ચાર તબક્કામાં યોજાયેલી પંચાયતની ચૂંટણીની મતગણતરી હજુ પણ ચાલુ છે અને પરિણામો ચોંકાવનારા છે. અત્યાર સુધીના પરિણામ અનુસાર ભાજપને અહી કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે.

અહીંની બેઠકો સમાજવાદી પાર્ટી અને બસપાએ જીતી લીધી છે. જ્યારે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન આ જિલ્લા ઉપર ખૂબ જ મહેરબાની દર્શાવી છે.

ભાજપ સરકારના એજન્ડામાં સામેલ રહેલા ત્રણેય જિલ્લામાં ભાજપને હાર આવનારા યુપી ચૂંટણી નું ભવિષ્ય લખી રહ્યા છે. યુપી પંચાયતની ચુંટણીને 2022 ની વિધાનસભા ચૂંટણીની સેમિફાઇનલ માનવામાં આવી રહ્યું છે.

અયોધ્યા જિલ્લા પંચાયતની 40 બેઠકો છે તેમાંથી 24 બેઠક પર સપાએ વિજય મેળવ્યો છે. અને ભાજપના ખાતામાં માત્ર 6 બેઠકો આવી છે.

અપક્ષ ઉમેદવારોએ બાકીની બેઠક જીતી છે. કાશીમાં 14 બેઠકો સપાએ જીતી લીધી છે. ભાજપના 8 અને બીજી પાર્ટીઓને એક એક બેઠક મળી છે. જ્યારે ત્રણ બેઠક પર અપક્ષ જીત્યા છે.

મથુરામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બસપા એ અહી 12 બેઠકો જીતી લીધી છે.આરાએલડીએ 9 બેઠકો જીતી લીધી છે અને અહીં ભાજપને માત્ર 8 બેઠકો મળી છે. આ સિવાય સપાને એક બેઠક મળી છે અને ત્રણ બેઠકો અપક્ષને મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!