પરેશ ધાનાણીના રાજીનામા બાદ આ પાટીદાર નેતા બની શકે છે વિપક્ષના નેતા,જાણો

Published on: 6:42 pm, Tue, 22 December 20

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે આઠેય બેઠક પર કોંગ્રેસનો સફાયો થયા બાદ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પદે પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે. પરેશ ધાનાણી ની જગ્યાએ કોને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવશે તેની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અચાનક દિલ્હી ઉપાડતા પરેશ ધાનાણી ના સ્થાને લલિત વસોયાને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાશે તેવી અટકળો શરૂ થઇ ગઇ છે.

કોંગ્રેસ સૌરાષ્ટ્રના પાટીદાર નેતા અને ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ ગઈકાલે સોમવારે દિલ્હીમાં ધામા નાખ્યા છે.જાહેરાત એક બે દિવસમાં થાય તેવું કોંગ્રેસના સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.પરેશ ધાનાણીએ રાજીનામાની વાતને સમર્થન આપતાં જણાવ્યું કે,હાઇકમાન્ડ સમક્ષ રાજીનામું આપવાની રજૂઆત કરી હતી અને પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે.

કોંગ્રેસના બધાય ધારાસભ્યોના સહકારથી પક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યું છે અને હવે હાઇ કમાન્ડ જે નિર્ણય લે તે અમને માન્ય હશે.પરેશ ધાનાણી ની સાથે સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજીનામું આપી દીધું છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ બંને નેતાઓના રાજીનામા પત્રને લઈને દિલ્હી ઉપડી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!