આ બહેનનું ઓપરેશન થયા બાદ શરીરમાં સતત દુખાવો થતો હતો, પછી બહેને માં મોગલની માનતા માની અને થોડાક દિવસમાં દુખાવો થઈ ગયો દૂર…

Published on: 10:42 am, Fri, 8 December 23

મિત્રો કહેવાય છે કે માં મોગલના તો પરચા અપરંપાર છે. માં મોગલ પોતાના ચરણમાં આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માં કહેવામાં આવે છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જતા હોય છે.

માતાજીએ અત્યાર સુધીમાં લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. આટલા જ માટે લોકો દેશ-વિદેશથી માનતા કરવા માટે અહીં આવતા હોય છે. ત્યારે આજે આપણે કબરાઉમાં બેઠેલી માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ.

મિત્રો વાત કરીએ તો એક મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલના ચરણમાં આવી હતી. ત્યારે અહીં બિરાજમાન મણીધર બાપુએ મહિલાને પૂછ્યું કે બેટા તારે શેની માનતા હતી? ત્યારે મહિલાએ જણાવ્યું કે, તેનું આંખોનું ઓપરેશન થયા બાદ તેના શરીરમાં દુખાવો રહેતો હતો અને જેની તેને ઘણી બધી દવા કરાવી પરંતુ શરીરમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નહોતો.

પછી તેને માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખીને માં ની માનતા માની હતી. પછી તો મા મોગલ ના આશીર્વાદ થી થોડાક સમયમાં જ શરીરનો દુખાવો દૂર થઈ ગયો એટલે હું મારી માનતા પૂરી કરવા 10,000 રૂપિયા લઈને મોગલ ધામ આવી છું.

ત્યારે મણીધર બાપુએ મહિલા ને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે અડધા પૈસા તારી દીકરીને અને અડધા પૈસા તારી નણંદને આપી દેજે એટલે મા મોગલ રાજી રહેશે. વધુમાં જણાવ્યું કે માં મોગલે 110 ગણી તારી માનતા સ્વીકારી છે. વધુમાં મણીધર બાપુએ કહ્યું કે જો સાચા મનથી માં મોગલ પર વિશ્વાસ રાખો તો માતાજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "આ બહેનનું ઓપરેશન થયા બાદ શરીરમાં સતત દુખાવો થતો હતો, પછી બહેને માં મોગલની માનતા માની અને થોડાક દિવસમાં દુખાવો થઈ ગયો દૂર…"

Leave a comment

Your email address will not be published.


*