કોરોના સંક્રમણ અને લોકડોઉન ના કારણે તમામ આર્થિક ફટકો પડયો છે અને મંદીનો માહોલ છે.ત્યારે રાજ્યમાં જમીન મકાનના દસ્તાવેજ ને લઈને ભારે તેજી જોવા મળી રહી છે. લોકડોઉન ખુલ્યા બાદ દસ્તાવેજોની નોંધણીમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે.24 એપ્રિલ થી 1 સપ્ટેમ્બર સુધીના પાંચ મહિનામાં જ રાજ્યની સબ રજીસ્ટર કચેરીમાં કુલ 2,86,801 દસ્તાવેજો નોંધવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે સ્ટેમ્પ ડયુટી પેટે 1403 કરોડની માતબર આવક થઇ છે. આ દસ્તાવેજોનો ટ્રેન્ડ જોતાં હવે કોરોના સંક્રમણ અને આર્થિક મંદીના દોર વચ્ચે રિયલ એસ્ટેટ સેક્ટર માં સારા દિવસો ની અણસાર આવી રહી છે. લોકડોઉન પછી ના મહિનામાં દોઢ થી બે લાખ મકાન વેચાયો હોવાનો અંદાજ છે.
લોકડાઉન વચ્ચે સબ રજિસ્ટ્રાર કચેરીમાં 24 એપ્રિલથી દસ્તાવેજોની નોંધણી શરૂ થઈ હતી.પરંતુ એપ્રિલ 5 દિવસમાં માત્ર 174 દસ્તાવેજો થયા અને માત્ર 46.72 લાખ ની સ્ટેમ્પ ડ્યુટી ની આવક થઇ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment