કોંગ્રેસે સોશીયલ મીડિયા ઉપર ચાલુ કર્યું “સેલ્ફી વિથ ખાડા” અભિયાન, શ્રેષ્ઠ ફોટો લેનારને કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે સન્માનિત

231

ભારે વરસાદના કારણે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા છે અને ખાડા પડી ગયા છે. આ ખાડા ની સમસ્યાઓને વાચા આપવા માટે કોંગ્રેસ હેશ ટેગ “સેલ્ફી વિથ ખાડા” પ્રતિસ્પર્ધા યોજી છે. સ્પર્ધામાં ખાડા સાથે સેલ્ફી લઈને સોશ્યલ મીડિયા પર અપલોડ કરવાની રહશે. શ્રેષ્ઠ ફોટો લેનાર વ્યક્તિને કોંગ્રેસ દ્વારા સન્માનિત કરવામાં આવશે.

કોંગ્રેસ આઇટી સેલ દ્વારા ખાડા સાથે સેલ્ફી લેનાર વ્યક્તિ એ સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કર્યા પછી આ ફોટો કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા નંબરમાં 9664666350 પર મોકલવાનો રહશે. આ ફોટામાં પ્રથમ ત્રણ શ્રેષ્ઠ લેનાર વ્યક્તિને કોંગ્રેસ દ્વારા સન્માનિત કરવામાં આવશે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એવા આક્ષેપ કર્યા હતા કે, ગામ માં ખાડા, હાઈવે પર ખાડા, સ્માર્ટ ગામમાં ખાડા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!