તૌકતે વાવાઝોડા બાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 22મી એ થનડર સ્ટોર્મ એક્ટિવિટી થતા સામાન્ય વરસાદ આવી શકે છે. ભરૂચ, અમરેલી, ભાવનગર, આણંદ સહિતના વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ આવશે.
જોકે બે દિવસ બાદ ગરમીથી તપવા માટે શહેરીજનો તૈયાર થઈ જજો કારણકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 20 અને 21 મે એ તાપમાનનો પારો ઉચકાશે.
રાજ્યમાં બે દિવસ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે અને લોકોએ બફારાનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે,21 મે બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરી ગરમી વધવાની સંભાવના છે.
અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં 5 ડિગ્રીની આસપાસ ગરમી નો પારો વધી શકે છે. વાદળછાયા વાતાવરણ બાદ ગરમી શરૂ થતા ઉકડાટ થી લોકો પરેશાન થશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત પર આવેલી વાવાઝોડાની આપત્તિ થયેલા નુકસાનમાં તાત્કાલિક રાહત સહાય માટે 1000 કરોડની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતને આવકારીને પ્રધાનમંત્રી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, ગુજરાત પર આવેલી આફત સહીત જયારે જ્યારે ગુજરાતને જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદાર સહાય આપીને ગુજરાતની વિપદાઓમા પડખે ઊભા રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment