બે દિવસની રાહત બાદ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો આજના બંને ઈંધણ ના ભાવો.

132

દેશમાં એક તરફ વાઇરસના દૈનિક નવા કેસો લોકોને ડરાવી રહ્યા છે અને બીજી ઘણા દિવસોથી વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ સામાન્ય માણસ માટે એક મોટી ચિંતાનો વિષય છે. આપને જણાવી દઇએ કે, બે દિવસની રાહત બાદ આજે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે.

શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ 19 પૈસા અને ડીઝલ 29 પૈસા મોંઘું થયું છે. દેશભરમાં પેટ્રોલના ભાવમાં 17 થી 20 પૈસા અને ડીઝલના ભાવમાં 28 થી 31 પૈસાનો વધારો થયો છે. મંગળવારે ડીઝલનો ભાવ 29 થી 31 પૈસા વધ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે પેટ્રોલની કિંમત પર 24 થી 27 પૈસા વધી છે. નોંધપાત્ર વાત એ છે કે પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી આ બંને ઇંધણના ભાવમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે.

પેટ્રોલ સતત વધતો ભાવ સામાન્ય માણસ માટે ચિંતાનો વિષય બની ગયો છે. આજે પેટ્રોલના ભાવની વાત કરવામાં આવે તો દિલ્હીમાં આજે પેટ્રોલ લીટરદીઠ 93.04 રૂપિયા, મુંબઈમાં 99.32 રૂપિયા પ્રતિ લિટર.

ચેન્નઈમાં 94.71 રૂપિયા પ્રતિ લિટર, કોલકત્તામાં 93.11 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલના સતત ભાવે પણ સામાન્ય માણસ માટે ચિંતાનો વિષય બની ગયો છે. આજે ડિઝલના ભાવની વાત કરવામાં આવે.

તો દિલ્હીમાં ડીઝલ પ્રતિ લીટર દીઠ 83.80 રૂપિયા અને મુંબઈ માં 91.01 રૂપિયા પ્રતિ લીટર, ચેન્નઈમાં 88.62 રૂપિયા પ્રતિ લિટર, કોલકાતામાં 86.64 રૂપિયા પ્રતિ લિટર, બેંગ્લોરમાં 88.84 રૂપિયા પ્રતિ લીટર અને ભોપાલમાં 95.21 રૂપિયા પ્રતિ લીટર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!