વડોદરામાં આ મહિલાનું મૃત્યુ થતાં, તેના ફેફસા, હૃદય, કિડની અને લિવરના દાનથી 5 લોકોને નવું જીવન મળ્યું…

વડોદરા શહેરમાં બે દિવસ પહેલા ભાઈલાલ અમીન હોસ્પિટલમાં એક 37 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલી મહિલાનું નામ ધૃણાલી પટેલ હતું. મૃત્યુ પામેલી મહિલાના પાંચ અંગોના દાન થકી પાંચ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.

મળતી માહિતી અનુસાર વડોદરાના વાસણા ખાતે રહેતા ધૃણાલી રાકેશ પટેલને 4 જાન્યુઆરી ના રોજ અચાનક જ ઊલ્ટી થવા લાગી હતી. તેના કારણે મહિલાના પરિવારજનો મહિલાને તાત્કાલિક સારવાર માટે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર આ મહિલાને એક્યુટ પ્રોગ્રેસીવ બ્રેન સ્ટેમ ઇન્ફ્રેક્ટ નામક બીમારીનું નિદાન થયું હતું. આ બીમારીની સારવાર નહીં બરાબર છે. જ્યારે 6 જાન્યુઆરીના રોજ મહિલાનું મૃત્યુ થયું હતું.

મહિલાના મૃત્યુ બાદ મહિલાના પતિ અને સગા વ્હાલાઓને હોસ્પિટલ સત્તાધીશોને અંગદાન ની શક્યતાઓ વિશે પૂછતાં હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકારના નિયુક્ત અધિકારીઓને બોલાવીને અંગદાન અંગે સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ તબીબોએ અંગદાન થઈ શકે તે અંગે પરીક્ષણ શરૂ કર્યું હતું. રિપોર્ટમાં જાણવા મળ્યું કે મહિલા અને બે કિડની, લીવર, ફેફસા અને હૃદયનું દાન થઈ શકે છે.

ત્યારબાદ ગુરૂવારના રોજ બપોરે ધૃણાલીબેના કિડની, લીવર, ફેફસા અને હૃદયને ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ફિરોઝાબાદ અને ચેન્નાઇ પહોંચાડવા માટે આવ્યા હતા. ધૃણાલીબેના અંગ દાનથી પાંચ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*