રાધનપુરમાં એક અજાણ્યા વાહન ચાલકે એક બાઈક ચાલકને લગાવી જબરદસ્ત ટક્કર, બાઈક ચાલકનું કરૂણ મૃત્યુ…

Published on: 10:38 am, Sat, 8 January 22

પાટણ જિલ્લાના રાધનપુરમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાધનપુરમાં વારાહી રોડ ઉપર ઓનેસ્ટ હોટલની સામે બની હતી. અહીં અજાણ્યા એક વાહન ચાલકે બાઈક પર જઈ રહેલા એક યુવાનને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં યુવાનનું કરૂણ મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલો યુવાન નાનીપીપળી ગામ તરફ પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો. ત્યારે તેની સાથે રસ્તામાં અકસ્માતની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર યુવકનું મૃતદેહ શુક્રવારના રોજ ઓનેસ્ટ હોટલની આગળ સવારના સમયે મળી આવ્યું હતું. મૃત્યુ પામેલો યુવા રાધનપુર ખાતે રેડીમેટની દુકાનમાં નોકરી કરતો હતો. તપાસમાં જાણવા મળ્યું કે નાની પીપળી ગામના બળવંતજી લગધીરજી ઠાકોરનું મૃતદેહ હોવાનું અને બાઈક પર જતો હતો.

તે દરમિયાન એક અજાણ્યા વાહનચાલકે તેની ટક્કર લગાવી હતી તેના કારણે તેનું મૃત્યુ થયું હતું તેવું જાણવા મળ્યું છે. યુવાન ગુરૂવારના રોજ મોડી સાંજે દુકાનેથી કામ પતાવીને ઘરે નાનીપીપળી જવા માટે નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં જ તેનું અકસ્માત થયું હતું.

મળતી માહિતી અનુસાર યુવાન યોગ્ય સમયે ઘરે પહોંચતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે શુક્રવારના રોજ પરિવારજનોને યુવાનના અકસ્માતમાં મૃત્યુ થવાના સમાચાર મળ્યા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "રાધનપુરમાં એક અજાણ્યા વાહન ચાલકે એક બાઈક ચાલકને લગાવી જબરદસ્ત ટક્કર, બાઈક ચાલકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*