મહિલાનો મૃત્યુ થયા બાદ ફરીવાર અંતિમ સંસ્કાર કરી નાખ્યા, 15 દિવસ બાદ મહિલા જીવતી પરિવારની સામે આવતા ભલભલાના ટાંટિયા ધ્રુજી ગયા… હકીકત જાણીને પગ નીચેથી જમીન સરખી જ હશે…

અમુક વખતે એવી ઘટનાઓ આપણી સામે આવે છે જેના ઉપર આપણને ક્યારેય પણ વિશ્વાસ થતો નથી. પરંતુ એ સત્ય હકીકત હોય છે.અત્યારે એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જાણ્યા બાદ કદાચ તમને બે ઘડી વિશ્વાસ નહીં થાય પરંતુ આ ઘટના બિલકુલ સત્ય હકીકત છે. આ ઘટના આંધ્ર પ્રદેશના વિજયવાડાની છે, અહીં 32 વર્ષની રસીલા નામની એક મહિલા સાથે ખૂબ જ ચોકાવનારી ઘટના બની હતી. એક દિવસ અચાનક જ રસીલાબેન ની તબિયત બગડવા લાગી હતી, તે છેલ્લા એક મહિનાથી સતત ગંભીર તાવ, શરદી અને કફ જેવી સમસ્યાઓથી પીડાઈ રહી હતી.

તે જ્યારે હોસ્પિટલમાં દાખલ થઈ ત્યારે ડોક્ટરે જણાવ્યું કે તેની તબિયત ખૂબ જ ખરાબ છે. પરિવારજનો એ રસીલાબેન ની સેવાચાકરી કરવાની પણ શરૂ કરી દીધી અને તેઓ હોસ્પિટલમાં જ રહેતા હતા. અંદાજે દસ દિવસ સુધી તેઓ હોસ્પિટલમાં રસીલાબેન પાસે રહ્યા, ત્યારબાદ ડોક્ટરે જણાવ્યું કે રસીલાબેન ની તબિયત બરાબર થવામાં હજુ પણ લાંબો સમય લાગી જશે. પરિવારજનોને ઘરે જવા માટે અપીલ કરી હતી, પરિવારજનો જ્યારે ઘરે પહોંચી ગયા ત્યારે એક દિવસ અચાનક જ રાત્રિના સમયે ડોક્ટર નો ફોન આવ્યો હતો. ડોક્ટરે કહ્યું કે રસીલાબેન નું મૃત્યુ થઈ ગયું છે, આ કોલ આવતાની સાથે જ પરિવારજનો ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા.

પાંચ દિવસ પહેલા જ તેમની નજર સામે રસીલાબેન હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા અને આજે તેના મૃત્યુના સમાચાર સાંભળતા રસીલાના પતી અને રસીલાના બે બાળકો તેમજ સાસુ સસરાની સાથે દિયર અને દેરાણી પણ દુઃખના આઘાતમાં ચાલ્યા ગયા હતા. હોસ્પિટલના સ્ટાફના લોકો રસીલાની મૃતદેહને ઘરે પરત લઈ આવ્યા હતા, તેમના સ્વજનોને મૃતદેહ આપી દેવામાં આવ્યો હતો. મૃતદેહને એવી રીતે પેક કરવામાં આવ્યો હતો કે તેને ખોલીને જોવાની તસ્દી પણ કોઈ પરિવારના સભ્યોએ લીધી ન હતી. આ દુઃખ ભર્યા બનાવો બાદ તેના અંતિમ સંસ્કારની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં પરિવારના સભ્યોએ ભેગા મળીને તેના અંતિમ સંસ્કારની વિધિ પણ કરી હતી.

આ ઘટનાના અંદાજે 15 દિવસ વીતી ગયા ત્યારબાદ અચાનક 15માં દિવસે રસીલાબેનનું મડદુ જીવતું ચાલીને તેમની સામે આવી જતા લોકોના પગ ધ્રુજી ગયા હતા. 15 દિવસ પહેલા તેઓએ રસીલાના અંતિમ સંસ્કાર કર્યા છે અને હજુ પરિવારમાં સૌ કોઈ લોકો દુઃખના આઘાતમાં છે. તેવામાં 15માં દિવસે રસીલા જીવતી હાલતમાં તેમની સામે આવતા તેમની આંખો ફાટેલી જ રહી ગઈ. પરિવારના કેટલાક સભ્યો તો એટલા બધા ડરી ગયા કે ત્યાંથી ભાગવા લાગ્યા હતા, નાના બાળકોને તો આટલી બધી ડરામણી લાગી કે તેઓ ભૂત આત્માની વાતચીત કરવા લાગ્યા હતા.

રસીલા જ્યારે ઘરે પહોંચી ત્યારે તેણે જણાવ્યું કે ડોક્ટરે તેને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે અને હવે તે બિલકુલ સ્વસ્થ થઈ ગઈ છે. તે રીક્ષા પકડીને હોસ્પિટલે થી ઘરે આવી પહોંચી છે, પરિવારના સભ્યોએ કહ્યું કે આજથી 15 દિવસ પહેલા તારા મૃતદેહને અમને સોંપી દેવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાંથી જણાવ્યું હતું કે રસીલાનું મૃત્યુ થયું છે. અમે તારા અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા છે પરંતુ તું જીવતી હાલતમાં છે, આવું કેવી રીતે શક્ય બને ?

આ વાત ઉકેલવા માટે તરત જ હોસ્પિટલ ના ડોક્ટર ને ફોન કરવામાં આવ્યો હતો અને પૂછવામાં આવ્યું કે રસીલા તો જીવતી હાલતમાં છે. તો પંદર દિવસ પહેલા જે મૃતદેહ આપવામાં આવ્યો હતો એ વ્યક્તિ કોણ હતું ? જ્યારે ડોક્ટરે પૂછપરછ કરાવી ત્યારે ખબર પડી કે તેમની જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 32 વર્ષની મહિલા કે જેનું નામ શાલીની હોવાનું સામે આવ્યું છે. તે લાશ શાલીની હતી, શાલીની રખડતી જિંદગી જીવતી હતી, પરિવારનું કોઈ પણ સભ્ય તેની દેખરેખ કરવા માટે આવતું હતું નહીં અને તેને ગંભીર બીમારી હોવાને કારણે તેનું મૃત્યુ થયું હતું.

પરંતુ હોસ્પિટલના સ્ટાફને ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ હતી, તેઓ શાલીનીને રસીલા સમજી બેઠા અને રસીલાના પરિવારને આ મૃતદેહ આપી દેવામાં આવ્યો હતો. આ મૃતદેહ આપીને કહેવામાં આવ્યું હતું કે રસીલા નું મૃત્યુ થયું છે, પરંતુ તે હકીકતમાં રસીલા નહીં શાલીની હતી. પરંતુ હવે તેઓ પોતાની નજર સામે રસીલા ને જોતા ખુશ ખુશાલ થયા છે, પરંતુ ડોક્ટરની આ ગંભીર બેદરકારીને લઈને તેમને ખૂબ જ મોટી મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. જેને લઈને તેઓએ ડોક્ટરને બરાબર ખખડાવી નાખ્યો છે,

તેના મેનેજમેન્ટ સ્ટાફના લોકોને પણ જવાબદાર ઠહેરાવી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ડોક્ટરે આ પરિવારજનોને બે હાથ જોડીને માફી પણ માંગી હતી, આ અગાઉ પણ આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચુકી છે. જેમાં હોસ્પિટલના સ્ટાફના લોકોને કારણે ખૂબ મોટી ભૂલ થઈ જાય છે. આ ઘટના બન્યા બાદ કેટલાક લોકો કહેવા લાગ્યા કે જે હોસ્પિટલ ની અંદર મર્યા બાદ પણ લોકોની જાળવણી કરવામાં આવતી નથી તો તેવી હોસ્પિટલ ની અંદર કોઈપણ વ્યક્તિને સારવાર કરવાની સલાહ પણ આપવી જોઈએ નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*