આપણે સૌ જાણીએ છીએ કે જે લોકોનો જન્મ થાય છે તેમનું મૃત્યુ છે. દુનિયામાં ઘણા એવા લોકો હોય છે કે જેઓ પોતાનો જીવન સુખમય રીતે પસાર કરી જતા હોય છે, તો કેટલાય લોકોના જીવનમાં સુખ નામની વસ્તુ જ આવતી નથી.એવા લોકોને આખો દિવસ મહેનત કરીને ગુજરાન ચલાવતા હોય છે એવા ઘણા પરિવારો હોય છે કે જેવા આખો દિવસ મહેનત કરે છે છતાં પણ ખાવા માટે ફાફા પડે છે.
આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે રાત દિવસ મહેનત કરીને જીવન જીવવા માટે મજબૂર બની છે.સુરતમાં રહેતા એ વિમળા બેન કે જેઓ આખો દિવસ મહેનત બાદ પણ ક્યારેક તો દિવસમાં એક જ સમયે ખાઈને પોતાના દિવસો પસાર કરે રહ્યા છે. ક્યારેક તો તેમને ખાવામાં પણ ફાફા પડે છે.
વાત જાણે એમ છે કે જ્યારે તેઓ તેમના પતિ સાથે રહેતા હતા ત્યારે તેમના પતિ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ પતિનું કોઈક કારણસર મૃત્યુ થઈ જતા બધી જ જવાબદારી મહિલા પર આવી પહોંચી હતી અને મહિલા એકલા હાથે મહેનત કરીને પોતાનો જીવન જીવી રહી છે.
જ્યારે તેમના પતિનું મૃત્યુ થયું હતું ત્યારે તેમની પાસે માત્ર ₹1,000 હતાં ત્યારથી તેઓ મહેનત કરતા આવ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે જીવન જીવવા માટે ઘણી બધી નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે વિમળાબેનના જીવનમાં સુખ નામની વસ્તુ જ આવી નથી.
ત્યારે તેઓ રડી રડીને કહી રહ્યા છે કે જ્યારે તેમના પતિ હતા ત્યારે તેમની પાસે અઠવાડિયાની જુદી જુદી સાડીઓ હતી. અને અલગ અલગ પ્રકારના ચપ્પલ પહેરતા પરંતુ આજે એ બધા જ દિવસો છીનવાઈ ગયા છે. વિમળાબેન આખો દિવસ સાડીમાં સ્ટોન લગાડીને માત્ર સો રૂપિયાનું કામ કરે છે અને તેમાંથી જ તેનું જીવન પસાર કરી રહ્યા છે.
માંડ માંડ દિવસો પસાર થતા હોય તેવો તેમને લાગી રહ્યું છે જ્યારે તેમના પતિ હતા ત્યારે તેઓ એ સમય 9:00 વાગ્યે સૂઈ જતા અને હાલ 12:00 વાગ્યા સુધી જાગે છે અને કામ કરે છે તો પણ પૂરું પડતું નથી.આજે તેઓ નાના-મોટા કામ કરીને પોતાનું ગુજરાત ચલાવવા માટે મજબૂર બન્યા છે. જો આવા ગરીબ અને જરૂરિયાત મત લોકોની મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર કોલ કરો- 7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment