ગુજરાતમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગત મંગળવારના રોજ સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર કેશવ લાલ પટેલે ફ્લેટના ચોથા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ ચારેબાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. સમગ્ર ઘટના બની આબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
રાજેન્દ્ર પટેલના મૃત્યુ બાદ તંત્ર સામે ઘણા ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસ આ ઘટનાને જીવ ટૂંકાવાની ઘટના કરી રહ્યા છે. જ્યારે મૃત્યુ પામેલા રાજેન્દ્ર પટેલ અને પત્ની અને તેમની દીકરી પોલિટિકલ જીવ લેવામાં આવ્યો હોય તેવા આક્ષેપ કરી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને રાજેન્દ્ર પટેલના પરિવાર એ પોલીસ તપાસ સામે પ્રશ્ન ઊભા કર્યા છે અને પોલીસે જાણી જોઈને ઘણા પુરાવા નાશ કર્યા હોય તેવા આક્ષેપ પણ કર્યા છે.
રાજેન્દ્ર પટેલના મૃત્યુના કારણે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તેમને બે દીકરીઓ અને એક દીકરો છે. મોટી દીકરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે અને નાની દીકરી સાયન્સમાં અભ્યાસ કરી રહી છે. જ્યારે દીકરો ધોરણ 10 માં ભણે છે. આ ઘટનામાં ચૂંટણી પંચની પણ જવાબદારી હોવાનું પરિવારે કહ્યું છે.
રાજેન્દ્ર પટેલની પત્નીએ જણાવ્યું કે, મંગળવારના રોજ સવારે 6.15 વાગ્યાની આસપાસ તેમની સાથે વાતચીત થઈ હતી. ત્યારે તેમને જણાવ્યું કે આખી રાત કામ કરીને હજુ હમણાં જ ઓફિસેથી ઘરે આવ્યો છું. હવે ઊંઘ લઈશ અને પછી ફરીથી ઓફિસ જવાનો છું. સવારે 8:00 વાગ્યાની આસપાસ હું તેમને કોલ કરવાની હતી પરંતુ તેમની ઊંઘ બગડશે તે વિચારીને મેં તેમને કોલ કર્યો નહીં.
પછી 9.15 વાગ્યાની આસપાસ તેમનો સામેથી ખોલ આવ્યો હતો અને તેમને થોડીક વાર વીડિયો કોલ માં દીકરીઓ સાથે વાત પણ કરી હતી. ત્યારે તેઓ હસતા હસતા દીકરીઓ સાથે વાત કરતા હતા અને દીકરીઓને ભણવાનું કેમ ચાલે છે તેના વિશે પણ તેમને પૂછપરછ કરી હતી.
ત્યારે તેમના મોઢા ઉપર અમને ટેન્શન જેવું કંઈ લાગ્યું ન હતું. તેમની પત્નીએ કહ્યું કે તેઓ આ પગલું ક્યારેય ભરી શકે નહીં તેમની સાથે ચોક્કસ ન થવાનું થયું છે. હું કોઈ પણ હિસાબમાં ન્યાય મેળવીને રહીશ. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment