આજકાલ રાજ્યમાં દિવસેને દિવસે માથાકૂટ બનાવો વધી રહ્યા છે. કોઈક વાર તો નાનકડી વાત પર મોટી માથાકૂટ થઇ જાય છે. ઘણી વખત માથાકૂટ ની ઘટનાઓમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે અને ઘણા લોકો તો ઇજાગ્રસ્ત પણ થાય છે.
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલા એક દર્દીનું ગઈ કાલે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. દર્દીનું મૃત્યુ થતા દર્દીના પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીનું મૃત્યુ થતાં પરિવારજનો કર્યો હોબાળો, મામલો શાંત પાડવા આવેલા સિક્યુરિટી ગાર્ડને પણ ફટકાર્યો… pic.twitter.com/qjOR7no1Kz
— GUJJU ROCKZ (@gujju_rockz) September 23, 2021
હોબાળા ની ખબર પડતા હોસ્પિટલમાં ફરજ બજાવતા ફિરોઝખાન પઠાણ નામના સિક્યુરિટી ગાર્ડે મામલાને શાંત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. પરંતુ દર્દીના પરિવારજનો એ સિક્યુરિટી ગાર્ડની પણ ધોકાવ્યો.
તે કારણોસર સિક્યુરિટી ગાર્ડ ની સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સિક્યુરિટી ગાર્ડને ચારથી પાંચ લોકો ફટકારી રહ્યા છે.
અને સિક્યુરિટી ગાર્ડ ના કપડા પણ ફાટી ગયા છે. તે કારણોસર સિક્યુરિટી ગાર્ડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હોસ્પિટલમાં દાખલ અન્ય કોઈ દર્દી ના સંબંધી દ્વારા પોતાના મોબાઈલમાં કેદ કરી લેવામાં આવ્યો હતો.
અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને વીડિયોના આધારે પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment