હાલ તો અમે તમને આજે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનાથી દરેક માતા પિતાએ પ્રેરણા લેવી જોઈએ.સ્વાભાવિક છે કે જ્યારે કોઈ દિકરો મૃત્યુ પામે ત્યારે મોટાભાગના લોકો જો તેમને પુત્રવધુ હોય અને નાની ઉંમરની હોય તો પોતાના પિયરે મોકલી આપતા હોય છે.
પરંતુ અહીં કંઈક વાત એવી છે કે જેવું આ જમાનામાં ખૂબ જ ઓછું જોવા મળે છે. વિસ્તૃતમાં જણાવીશ તો માંડવી તાલુકાના વારજણી ગામના ઈશ્વરભાઈ ના જુવાન જ્યોત દીકરા સચિનનું મૃત્યુ થઈ જતા સમગ્ર પરિવારમાં દુઃખનું પહાડ તૂટી પડ્યો હતો અને શોકનો માહોલ સર્જાયો હતો. એવામાં જ એ દીકરાના મૃત્યુથી તેમની પત્ની અને બે દીકરાઓ બંને નોંધારા બની ગયા.
પરિવારની બધી જ જવાબદારીઓ એ ઈશ્વરભાઈ પર આવી પહોંચી ત્યારે એ પોતાની પુત્રવધુના બીજા યુવક સાથે લગ્ન કરવાનો વિચારી ત્યારે દાદા દાદી પોતાના બે પુત્રો વગર રહી શકે તેમ ન હતા. તેથી પુત્રવધુ મિતલ પણ આવી જ રીતે જીવન કરવા માટે તૈયાર હતી.
એવામાં જ સસરા ઇશ્વરભાઇના મનમાં કંઈક અલગ જ વિચાર આપ્યો અને તેમણે કોઈ એક યુવકને દતક લઈને તેના લગ્ન એ પુત્ર વધુ સાથે કરાવી પરિવાર ફરી હર્ષોલ્લાસ સાથે રહે તેવી ઈચ્છા હતી. એવામાં સાબરકાંઠાના વડાલીમાં રહેતા યોગેશભાઈ ની પસંદગી કરવામાં આવી અને એ યોગેશભાઈ પણ દત્તક આવવા માટે તૈયાર થઈ ગયા.
આપણે જેટલું વિચારીએ તેટલું આસન નથી હોતું કારણ કે આટલી ઉંમરે પોતાના માતા પિતાને છોડી બીજા પરિવારમાં જવું એ ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ કહેવાય, ત્યારે એ યોગેશ ને એ પરિવાર દ્વારા સ્વીકારવામાં આવ્યો અને એ બંનેના લગ્ન મંદિરમાં કરાવવામાં આવ્યા હતા.
આવા કિસ્સાઓ કોઈક વાર જ દેખાય છે.જેમાં આજે આ પરિવાર પાછો હર્યો ભર્યો થઈ ગયો અને સાથે હાલ એ યોગેશ પરિવારમાં સચિનભાઈ ની ફરજ નિભાવી રહ્યા છે. પરિવારમાં પણ પહેલા જેવી ખુશીઓ જોવા મળી. યોગેશભાઈએ સચિન ભાઈની જેમ જ બધી જ જવાબદારી ઉપાડી લીધી અને પરિવારમાં હેમખેમ રીતે ભળી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment