અંગદાન એ જ મહાદાન… સુરતમાં જુવાનજોધ દીકરાનું મોત થતા, પરિવાર અંગદાન કરીને 7 લોકોને નવજીવન આપ્યું….

Published on: 6:32 pm, Mon, 4 September 23

સુરત સીટી હવે ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે, સુરતમાં ફરી એક વખત અંગદાન કરવામાં આવ્યું છે. મૂળ જલગાંવના મૂડી માંડડ ગામના વતની અને હાલ સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા 37 વર્ષે દિનેશભાઈ પુંજુભાઈ પાટીલના અંગદાનથી સાત જીવનમાં નવા રંગ ઉમેરાયા છે. સુરતમાં દિનેશભાઈ લેબર વર્ક સાથે સંકળાયેલા હતા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં આ પાંચમું અંગદાન છે.

Donation of brain-dead 37-year-old man's heart, small intestine, liver,  both kidneys and both eyes rejuvenates seven people in Surat | સુરતમાં  બ્રેઇનડેડ 37 વર્ષીય યુવકના હ્રદય, નાનું આંતરડું, લીવર ...

બ્રેઈનડેડ દિનેશભાઈ ના પરિવારમાં ગાયત્રીબેન દિનેશભાઈ પાટીલ, પુંજુભાઈ દયારામભાઈ પાટીલ, નીલાબેન પુંજુભાઈ પાટીલ, અશોકભાઈ પુંજુભાઈ પાટીલ છે. ગત ૨૮ ઓગસ્ટના રોજ દિનેશભાઈ કાપડ ટેમ્પામાં ભરવાનું કામ કરતા હતા. આ દરમિયાન દોરી બાંધતી વખતે દોરી તૂટી જતા ટેમ્પામાંથી પડી જતા માથાના ભાગે ઈજા થઈ હતી.

જેથી ડાયમંડ હોસ્પિટલમાં ખસેડાયા હતા, રિપોર્ટમાં બ્રેઇન હેમરેજ હોવાથી દિનેશભાઈ નું તત્કાલ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પાંચેક દિવસની સઘન સારવાર બાદ ગતરોજ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બ્રેઇનડેડ જાહેર થતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ દ્વારા પરિવારના સભ્યોને સંપર્ક કરીને અંગદાન વિશેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

Donation of brain-dead 37-year-old man's heart, small intestine, liver,  both kidneys and both eyes rejuvenates seven people in Surat | સુરતમાં  બ્રેઇનડેડ 37 વર્ષીય યુવકના હ્રદય, નાનું આંતરડું, લીવર ...

શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળે છે. દિનેશભાઈ પાટીલના સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ સંમતિ આપી હતી. આ પ્રક્રિયા માટે પરિવારજનોની સંમતિ મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાનો સંપર્ક સાધ્યો હતો. સોટો ગુજરાત દ્વારા હૃદય, નાનું આંતરડું, લીવર અને બંને કિડનીનો એલોકેશન વિવિધ શહેરોની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું. ઓર્ગન દેશના વિવિધ શહેરોમાં સમયસર પહોંચી શકે તેના માટે ગણતરીની મિનિટોમાં ડાયમંડ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીનો સમગ્ર ગ્રીન કોરિડોર માટે સુરત, ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરીડોરની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અંગદાન એ જ મહાદાન… સુરતમાં જુવાનજોધ દીકરાનું મોત થતા, પરિવાર અંગદાન કરીને 7 લોકોને નવજીવન આપ્યું…."

Leave a comment

Your email address will not be published.


*