હિન્દુ વ્યક્તિના મૃત્યુ બાદ મુસ્લિમ પરિવારે અર્થીને કાંધ આપ્યો, રામ નામ બોલતા-બોલતા સ્મશાન ઘાટ પહોંચે અને અંતિમ સંસ્કાર કર્યા – જુઓ અનોખો વિડિયો…

Published on: 6:39 pm, Mon, 4 July 22

આજે આપણી સમક્ષ ફરી એકવાર હિન્દુ મુસ્લિમ એકતાનો કિસ્સો સામે આવ્યો છે, ત્યારે તમે પણ જાણતા જશો કે આપણા દેશમાં નુપુર શર્માના નિવેદનને લઈને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે નફરત થવા લાગી હતી. એવામાં જ આજે બિહારના પટનાના કુલવારી શરીફમાં હિન્દુ મુસ્લિમ એકતા બહાર આવી છે.

જેમાં વાત જાણે એમ છે કે. બિહારના પટનાના કુલવારી શરીફ માં મુસ્લિમોએ એક હિન્દુ રામદેવ નામનાં વ્યકિતનું મૃત્યુ પછી તેમની નનામી બાંધી અને નનામીને કાઢ્યા બનીને ઘાટ સુધી રામ નામ સત્ય હૈ કહેતા લઈ જતા નજરે પડ્યા. ત્યારે આજે હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના એકતાનો ઉદાહરણ ફરી બહાર આવ્યું એટલું જ નહીં.

પરંતુ આ મુસ્લિમ એ હિંદુની નનામીને ઘાટ સુધી લઈ જઈ સંપૂર્ણ હિન્દુ વિધિ પ્રમાણે તેના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા.વિસ્તૃતમાં જણાવીશ તો એ હિંદુ યુવક જે રામદેવ 75 વર્ષીય. તેનું આ દુનિયામાં કોઈ ન હતું એવા માં જ તેના મૃત્યુ બાદ મુસ્લિમ પરિવારે એ હિંદુ રીતરિવાજ મુજબ એ વ્યક્તિના અંતિમ સંસ્કાર કર્યા.

એટલું જ નહીં પરંતુ તેની નનામીને ઘાટ સુધી લઈ શકતા સાથે રામ નામ સત્ય હીના કહેતા લઈ જવામાં આવ્યા. આ ઘટના લગભગ શુક્રવારે બની હતી જેમાં આ રામદેવ 25-30 વર્ષ પહેલાં રાજા બજારમાં સબંધ પુરામાં રહેતા મોહમ્મદ અરમાન ની દુકાને હંમેશા ભટકતો રહેતો હતો અને ત્યાં પહોંચી ગયા.

એવામાં જ એ મુસ્લિમ ભાઈ અરમાને તેને પોતાની દુકાને કામ અપાવ્યો અને પોતાના જ સભ્યોની જેમ સાચવવા જ્યારે એ હિંદુ યુવકનો મૃત્યુ થયું, ત્યારે પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો અને સંપૂર્ણ હિન્દુ રીત રિવાજ પ્રમાણે રામદેવની અંતિમ વિધિ કરવામાં આવી.

આ મોહમ્મદ રિઝવાન ત્યારબાદ દુકાનના માલિક એવા મોહમ્મદ અરમાન મહમદ રસીદ અને મોહમ્મદ ઇઝહરે આ બધા જ લોકો રામદેવની અંતિમયાત્રામાં જોડાયા હતા અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એવામાં જ આ કિસ્સો મુસ્લિમઓએ ધાર્મિક એકતાનો પરિચય કરાવતો હોય તેવું લાગી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હિન્દુ વ્યક્તિના મૃત્યુ બાદ મુસ્લિમ પરિવારે અર્થીને કાંધ આપ્યો, રામ નામ બોલતા-બોલતા સ્મશાન ઘાટ પહોંચે અને અંતિમ સંસ્કાર કર્યા – જુઓ અનોખો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*