રૂપાળી દેખાતી આ કન્યાને જોઇને સુરતના યુવાને કરી લીધા લગ્ન પછી બન્યું એવું કે…

વારંવાર સોશિયલ મીડિયામાં લુટેરી દુલ્હન ના કિસ્સાઓ સામે આવતા હોય છે. ગુજરાતમાં પણ ઠેરઠેર હવે આવા બનાવો બનતા હોય છે. જેમાં લગ્ન કરવાની ઈચ્છા ધરાવતાં યુવકો આવા ચક્રવ્યુહમાં ફસાઈ જતા હોય છે અને લાખો રૂપિયાની છેતરપિંડીઓનો ભોગ બની જતા હોય છે.

સુરતના કામરેજથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મીરા રેસિડેન્સીમાં રહેતા યુવકને લગ્ન કરવું ખૂબ જ મોંઘું પડી ગયુ હતુ અને 1.70 લાખની છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું હતું. મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મોટા સુરકા ગામના રહેવાસી અને સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ મીરા રેસીડેન્સી રહેતા નરેશ રામાનુજ ડી.જે.સાઉન્ડ સિસ્ટમનો વ્યવસાય કરે છે.

ગયા ડિસેમ્બર મહિનામાં ભાવનગરના પ્રદીપભાઈ રાજપુત નો ફોન નરેશ ઉપર આવ્યો અને તેને જણાવ્યું કે તારે લગ્ન કરવા હોય તો નાસિક બાજુ તારું સેટીંગ કરાવી દઉ છું. તેમ કહેતાં નરેશે હા પાડી. ત્યારબાદ ધરમપુર જઈને નરેશે કન્યા જોઈ અને કન્યા તેની ગમી એટલે તેને હા પાડી. ત્યારબાદ 5100 રૂપિયા રોકડા અને નારિયેળ આપવામાં આવ્યો હતો.

ત્યારબાદ લગ્ન પેટે નરેશ પાસેથી 1.65 લાખ રૂપિયા રોકડા લેવામાં આવ્યા હતા.ત્યારબાદ 21 જાન્યુઆરીના રોજ સામાજિક રીવાજો પ્રમાણે નરેશ ના લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 4 ફેબ્રુઆરીના રોજ સોનાની બુટ્ટી, ચાંદીના સાંકળા, ચાંદી ની વીટી, એક મોબાઇલ ફોન લઈને નરેશના ઘરેથી રફુચક્કર થઇ ગઇ હતી.

થોડાક દિવસો સુધી નરેશ અને તેના પરિવારજનો દ્વારા આ યુવતીનો સંપર્ક કરવામાં આવ્યો પણ સંપર્ક ન થવાના કારણે નરેશ ને લાગ્યું કે પોતે છેતરાયો છે અને તેને આ બાબતની ફરિયાદ કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. જેમાં 10 લોકો વિરુદ્ધ ફરિયાદ થઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*