કૂતરાને બચાવવા તુફાન જીપ અને ઓટો વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત, 5 લોકોના દર્દનાક મૃત્યુ

63

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં અકસ્માતમાં તુફાન જીપ અને સ્પેલિંગ ઓટો સામ-સામે ટકરાઈ હતી. અકસ્માતમાં ઘટનાસ્થળે 5 લોકોના મૃત્યુ થયા હતા.

તુફાન જીપ અને ઓટો વચ્ચે અકસ્માત એક કૂતરાના કારણે થયું હતું. કૂતરાને બચાવવા માટે બંને વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. મળતી માહિતી મુજબ અકસ્માત ગુરૂવારના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ થયો હતો.

જેમાં તુફાન જીપ અને ઓટો વચ્ચે ટક્કર થતા. ઓટોમાં બેઠેલા 7 લોકો માંથી 5 લોકોના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત અન્ય બે વ્યક્તિની હાલત પણ ખૂબ જ ગંભીર છે.

ઘટનાની જાણ થતા રાયગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ઓટો માટે મૃતદેહને બહાર કાઢ્યા હતા મૃત્યુ પામેલા લોકો માંથી બે મહિલાઓ અને ત્રણ પુરુષો હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓટો ચાલકનો જીવ બચી ગયો છે અને તેની હાલત અત્યારે ખૂબ જ ગંભીર છે. તેને સારવાર માટે ભોપાલ રીફર કરવામાં આવ્યો છે. તુફાન જીપ ચાલક અકસ્માત બન્યા બાદ ત્યાંથી રફુચક્કર થઇ ગયો છે.

પોલીસે જણાવ્યું હતું કે ઓટો જ્યારે રસ્તા પર ધાબાની નજીકથી એક કૂતરું આવ્યું તેને બચાવવા માટે ઓટો ડ્રાઈવર એ ઓટો ફેરવી. તે જ સમયે સામેથી આવતી તુફાન જીપ ઓટો ને ટક્કર લગાવી હતી અને અકસ્માત સર્જાયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!