ઘરેથી ભાગીને પ્રેમી પંખીડાએ એક સાથે કેનાલમાં કૂદીને સુસાઈડ કરી લીધું…સુસાઈડ પાછળનું કારણ જાણીને ચોકી ઉઠશો…

Published on: 9:25 am, Mon, 21 August 23

ગુજરાતમાં બનેલી એક જ સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવક અને યુવતીએ એક સાથે કેનાલમાં કૂદીને પોતાનું જીવનનું ટૂંકાવ્યું છે. યુવક અને યુવતી બે દિવસ પહેલા ઘરેથી ગુમ થઈ ગયા હતા. બંનેનું મૃતદેહ હળવદ તાલુકાના રણમલપુર પાસે કેનાલમાંથી મળી આવ્યું હતું.

આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બંનેના મૃતદેહ મળ્યા ત્યારે દુપટ્ટા વડે એકબીજાના હાથ બાંધેલા હતા. એટલા માટે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને એક સાથે સુસાઇડ કર્યું હશે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ધ્રાંગધ્રાના નીમકનગર ગામમાં રહેતા એક જ જ્ઞાતિના 20 વર્ષના સમરતભાઈ કાળુભાઈ ડુમાણીયા અને 20 વર્ષની સંગીતા કાળુભાઈ ચાવડાને મજૂરી કામ કરતી વખતે એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા હતા.

પરંતુ બંનેનો એવો ડર પણ સતાવી રહ્યો હતો કે તેમના પરિવારના લોકો લગ્ન માટે તૈયાર નહીં થાય. જેના કારણે 18 ઓગસ્ટના રોજ બંને ઘરેથી ભાગી ગયા હતા. પછી તો પરિવારના સભ્યોએ બંનેની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે બે દિવસ બાદ ગઈકાલે બંનેનું બંનેનું મૃતદેહ કેનાલ માંથી મળી આવ્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે બંને પંખીડાઓને એવો ડર હતો કે તેમના પરિવારના સભ્યો તેમનો પ્રેમ સંબંધ મંજૂર નહીં કરે અને બંનેને એક થવા નહીં દે આવા ડરના કારણે બંને એક સાથે નિમકનગર વિરેન્દ્રગઢ પાસે પસાર થતી કેનાલમાં કૂદીને સુસાઇડ કરી લીધું હતું. ત્યારબાદ બંનેનું મૃતદેહ લગભગ 10 km દૂર હળવદ તાલુકાના રણમલપુર પાસે કેનાલ માંથી મળી આવ્યું હતું.

એક ખેડૂતે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસ અને સ્થાનિક લોકોએ બંનેના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. પછી આ ઘટનાની જાણ તેમના પરિવારના સભ્યોને કરવામાં આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરેથી ભાગીને પ્રેમી પંખીડાએ એક સાથે કેનાલમાં કૂદીને સુસાઈડ કરી લીધું…સુસાઈડ પાછળનું કારણ જાણીને ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*